For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળની માતા-પુત્રીના મોત, મંદિર જઈ રહ્યો હતો પરિવાર

06:24 PM Apr 03, 2024 IST | Bhumika
અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળની માતા પુત્રીના મોત  મંદિર જઈ રહ્યો હતો પરિવાર

Advertisement

અમેરિકાના પોર્ટલેન્ડમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળની એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું છે. પીડિતાનો પરિવાર આંધ્રપ્રદેશનો છે. આ ઘટના ઓરેગોનમાં બની હતી જ્યારે પીડિત પરિવારની કાર અન્ય વાહન સાથે અથડાઈ હતી. ગીતાંજલિના જન્મદિવસની ઉજવણી કરવા માટે પરિવાર મંદિર જઈ રહ્યો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જ્યારે તેની છ વર્ષની પુત્રી હનિકનું મોત થયું હતું. બાદમાં મહિલાનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ઓરેગોન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 30 માર્ચે બની હતી. મહિલાના પતિ અને પુત્ર સહિત અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. જોકે, આ ઘટનામાં મહિલાનો પતિ નરેશ અને તેમનો દીકરો બચી ગયાં હતાં. અમેરિકાના કેલ ગામમાં એક મહિલા અને બાળકીના મોતને લઈને શોકનો માહોલ છે.

Advertisement

મૃતક મહિલા ગીતાંજલિના પતિ અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર છે. આ પરિવાર આંધ્ર પ્રદેશના પેનુગાંચીપ્રોલુ મંડલના કોનાકાંચી ગામનો રહેવાસી છે. કોનાકાચી ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે મૃતદેહોને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement