For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર ખંભાળિયા હાઇવે પર ડમ્પર અડફેટે બાઇકસવાર માતા-પુત્રીના મોત

02:47 PM May 11, 2024 IST | Bhumika
જામનગર ખંભાળિયા હાઇવે પર ડમ્પર અડફેટે બાઇકસવાર માતા પુત્રીના મોત
Advertisement

જામનગરથી સિક્કાનું દંપતી પરત જતું હતું ત્યારે નડ્યો અકસ્માત: બાઈક ચાલક ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Advertisement

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામની ગોલાઈ પાસે મોડી સાંજે ગોઝારો અકસ્માત બન્યો હતો. સિક્કા નું દંપતિ 6 વર્ષની પુત્રીને લઈને જામનગર થી પરત ફરી રહ્યું હતું,દરમિયાન કાળમુખા ડમ્પરે બાઈક ને ઠોકરે ચડાવતાં માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ ઉંમર બસર (ઉ.વ.40) કે જેઓ પોતાના પત્ની મેમુનાબેન (35 વર્ષ) અને પુત્રી આમના (6વર્ષ) બાઈકમાં બેસાડીને જામનગર આવ્યા હતા, અને સાંજે જામનગર થી સિક્કા પરત ફરી રહ્યા હતા.

તેઓનું બાઈક સાંજે 7.00 વાગ્યાના આરસામાં વસઈ ગામની ગોલાઈ પાસે પહોંચ્યું હતું, દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ના ચાલકે બાઈકને હડફેટેમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ની પાછળ બેઠેલા મેમુનાબેન જુસબભાઈ (ઉંમર વર્ષ 35) અને પુત્રી આમના (ઉંમર વર્ષ 6) બંનેના ઘટના સ્થળેજ કમકમટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જયારે બાઈક ચાલક જુસબભાઈ બસર ને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ બનાવ ના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement