For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર, નવસારી, વડોદરામાં 5 લાખથી વધુ લીડ

05:06 PM Jun 04, 2024 IST | Bhumika
ગાંધીનગર  નવસારી  વડોદરામાં 5 લાખથી વધુ લીડ
Advertisement

અમિત શાહ 6.78 લાખ, સી.આર. પાટીલ 7.02 લાખ અને ડો.હેમાંગ જોશી 5.63 લાખના માર્જીનથી વિજયી, ગુજરાતની બાકીની બેઠકો પાંચ લાખથી નીચે

ગુજરાતની લોકસભા બેઠકની ચુંટણીના મતદાનની આજે ગણતરી કરવામાં આવી હતી. ચુંટણી પહેલા ગુજરાતમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતીશું તેવો દાવો સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ ચુંટણીનું રિઝલ્ટ કાંઇક અલગ જ આવ્યું છે. ગાંધીનગર- નવસારી અને વડોદરામાં જ ભાજપને પાંચ લાખથી વધુની લડી મળી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6.78 લાખ ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલને 7.02 લાખ અને વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોષીને 5.63 લાખથી વધુની લીડ મળતા વિજય થયો હતો. જયારે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખથી નીચેની લીડ ભાજપને મળી હતી.

Advertisement

આજે જાહેર થયેલા ચુંટણી પરિણામમાં ગુજરાતમાં સૌથી વધુ મત ગાંધીનગરની બેઠક પર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ લખાય છે ત્યારે અમિત શાહને 9,04,798 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલને 2,26,249 મત મળ્યા છે. આમ પાટીલે ગાંધીનગરની બેઠક પર પોતાનો જ ગયા વરસનો રેકોર્ડ પાંચ લાખની લીડનો પોતાએ જ તોડીને 6.78 લાખની લીડ મેળવી હતી. આ બેઠક પર કુલ 21.82 લાખ મતદાન નોંધાયા હતા. જેમાં 13 લાખ મતદાતાઓ પોતાની લોકશાહીની ફરજ નિભાવી હતી.

અમિત શાહ બાદ સૌથી વધુ મત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ નવસારી બેઠક પરથી ચુંટણી લડયા હતા જેમાં તેઓને 9,40,890 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઇને 2,38,778 મત મળ્યા હતા. સી.આર. પાટીલે નવસારીમાં 7,02,112 મતની લીડથી ઐતીહાસીક જીત મેળવી હતી. નવસારીની બેઠક સતત બીજી વખત સી.આર. પાટીલે પોતાના કબજે કરી છે.

સી.આર. પાટીલની જીત થતા હાર સ્વીકારતાં કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, અમે ભાજપના કદાવર નેતાને પ્રચંડ તાકાતથી હરાવવા માટે સામનો કર્યો હતો. પરંતુ મતદારોને કોંગ્રેસ આકર્ષવામાં સફળ રહી નથી. જે અમારી કમનસીબી છે. વહીવટી તંત્રમાં ભય અને લોભ નીચે કામ થઈ રહ્યું છે. પંચાયતથી લઈને પાલિકા અને વિધાનસભા દરેક જગ્યાએ ભાજપનું શાસન છે. છતાં પણ અમારા કાર્યકરો અને મતદારો કોંગ્રેસને વળગી રહ્યાં છે.
નૈષધ દેસાઈએ હારનું ઢીકરું ફોડતાં કહ્યું કે, મતદાનના છેલ્લા બે કલાકમાં ખૂબ બોગસ વોટિંગ થયું હતું. અમે ફરિયાદ પણ કરી હતી. જો કે, ભાજપના રાજમાં આ બધું થવાનું છે. અમે ગાંધીચીંધ્યા માર્ગે અને ગાંધીવેશમાં પ્રચાર કર્યો હતો. લોભ લાલચ ભાજપે ખૂબ લોકોને આપી હતી. ક્યાંક લોકોને ડરાવ્યા પણ છે. જો કે, આ ભાજપની નહીં પરંતુ તાનાશાહીની જીત છે.

વડોદરામાં ભાજપ દ્વારા 33 વર્ષીય ડો.હેમાંગ જોશીને ટીકીટ ફાળવી હતી જેમાં તેઓ સફળ રહ્યા હતા અને ભાજપની પાંચ લાખની લીડની આશાને સફળતા અપાવી હતી. ડો.હેમાંગ જોષીએ વડોદરાની સીટ પર પ,63,261 મતની લીડથી ઐતીહાસીક વિજય મેળવ્યો હતો અને પોતાનો ગઢ ફરી એકવાર જાળવી રાખ્યો છે. આ લખાય છે ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારે ડો. હેમાંગને 8,44,277 મત મળ્યા હતા જયારે જયપાલસિંહ પઢીયારને 2,81,016 મત મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઉપરોકત ત્રણેય ઉમેદવારોની ઐતીહાસીક લીડથી જીત થઇ છે. માત્ર આ ત્રણજ બેઠક એવી છે જેમાં ભાજપને પાંચ લાખથી વધુની લીડ મળી છે. જયારે અન્ય બેઠકો પર પાંચ લાખથી ઓછા માર્જીન સાથે ભાજપે બેઠકો જાળવી રાખી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement