For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડનં.5માં ભાજપને લોકસભાની ચૂંટણીમાં 19 હજાર કરતા વધુ લીડ

04:55 PM Jun 13, 2024 IST | admin
વોર્ડનં 5માં ભાજપને લોકસભાની ચૂંટણીમાં 19 હજાર કરતા વધુ લીડ

મતદાતા સહિત વોર્ડના હોદેદારો, તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો આભાર: દુષ્યંત સંપટ, પરેશ લીબાશીયા, દિનેશભાઇ ડાંગર

Advertisement

વિધાનસભા-68 (પૂર્વ) રાજકોટમાં સમાવિષ્ટ વોર્ડ-પના ભાજપના પ્રભારી દુષ્યંત સંપટ,વોર્ડપ્રમુખ પરેશ લીબાંશીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, મુકેશ ધનસોતાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોતમભાઈ રૂૂપાલાનો 4,84,000 કરતા પણ વધુ ઐતિહાસિક લીડથી ભવ્ય વિજય થયો છે ત્યારે વિધાનસભા-68માં આવતા શહેરના વોર્ડ નં.5 માં ભારતીય જનતા પાર્ટી ને 19000 કરતા પણ વધુ લીડ પ્રાપ્ત કરી વિધાનસભા-68ના તમામ વોર્ડમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે

ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોતમભાઈ રૂૂપાલાને જંગી લીડથી વિજયી બનાવવા બદલ વોર્ડ-પના તમામ મતદાતાઓ, વોર્ડના હોદેદારો, તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ-બહેનો, સામાજિક શ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાના અગ્રણીઓનો વોર્ડ-5ના ભાજપના પ્રભારી દુષ્યંત સંપટ, વોર્ડપ્રમુખ પરેશ લીબાંશીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, મુકેશ ધનસોતાએ જણાવેલ કે વોર્ડની જનતાએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યકત કરીને ખોબલે ખોબલે મત આપ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી દરમ્યાન વિધાનસભા-68ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્ભભાઈ દુધાત્રાના માર્ગદર્શન હેઠળ અને વોર્ડપ્રભારી-પ્રમુખ-મહામંત્રીની આગેવાનીમાં વોર્ડ-પમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂૂપાલાના સમર્થનમાં યોજાયેલ ’મોદી પરિવાર’ સભા, લોકસંપર્ક, ઘર-ઘર સંપર્ક, બુથ બેઠક, જુથ બેઠક, ગ્રુપ બેઠક તેમજ વિવિધ સમાજના સંમેલનો ધ્વારા પ્રચાર-પ્રસાર કાર્યને સતત ધમધમતું રાખી તનતોડ મહેનત કરવામાં આવેલ હતી

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement