સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

કચ્છ, દ્વારકા, પોરબંદર સાગરકાંઠેથી વધુ 150 ચરસના પેકેટ મળ્યા

12:06 PM Jun 18, 2024 IST | admin
Advertisement
Advertisement

છેલ્લા 10 દિવસથી ડ્રગ્સના પેકેટ બિનવારસી મળવાનો સિલસિલો યથાવત: જખૌ પાસે બેરલમાંથી 40 પેકેટ, થેલામાંથી 10 પેકેટ મળ્યા

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા એક સપ્તાહથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે અને આ સિલસિલો યથાવત રહ્યો છે ગઈકાલે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ, એસઓજી મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલીંગ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર દરિયાઈ કાંઠેથી કરોડોની કિંમતના વધુ 150 ડ્રગ્સના પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે.

છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ માદક પદાર્થના પેકેટસ મળી રહ્યા છે અને સિલસિલો હજુય બરકરાર રહ્યો છે અને જે રીતે વિવિધ?સુરક્ષા એજન્સીઓ તથા પોલીસને આ પેકેટસ મળી રહ્યા છે તેમાં હવે પેકેટસ અને તેની કિંમતના આંક તથા કોને મળ્યા તેમાં અસમંજસતા સર્જાઇ છે. માંડવીના ગ્રામીણ દરિયાકાંઠેથી માંડવી પોલીસને માદક પદાર્થ ભરેલો આખે આખો બેરલ મળ્યો હતો જેમાં ચાર બાચકામાંથી 40 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. જખૌ વિસ્તારમાં મરિન કમાન્ડોને 10 ચરસના પેકેટ તો કોટેશ્વર વિસ્તાર, ખિદરત ટાપુ જેવા વિસ્તારમાંથી બીએસએફ, સ્ટેટ આઇબી, જખૌ મરિન પોલીસને બે દિવસમાં ડ્રગ્સના 31 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા છે . આમ, ફરી ત્રણ દિવસમાં જ 100 ડ્રગ્સના પેકેટ જેની કિં . રૂૂા . 50 કરોડ થવા જાય છે તે મળી આવતાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસની દોડધામ વધી છે. આજે માંડવી પોલીસ ગ્રામ્ય વિસ્તારના સમુદ્ર ક્ષેત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાંભડાઇની સીમના દરિયાકાંઠેથી બ્લુ કલરનો બેરલ મળી આવ્યો હતો જે શંકાસ્પદ લાગતાં તેને તોડતાં તેમાંથી ચાર બાચકા મળ્યા હતા અને તેને ખોલતાં અગાઉ મળેલા મોંઘેરા ચરસની પેકેજિંગવાળા જ ચરસના 40 પેકેટ મળી આવ્યા હતા. આ મોંઘેરા ચરસની એક કિલોના એક પેકેટની કિંમત 50 લાખ રૂપિયા થાય છે.

મરિન કમાન્ડોની ટીમ દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થ ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા હતા. બીજીતરફ આજે કોટેશ્વર ક્ષેત્રની ક્રીકમાંથી બીએસએફની 18 બટાલિયનના સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ 19 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં બીએસએફે ડ્રગ્સના 50 પેકેટ કબજે કર્યાનું સામે આવ્યું છે. હજુ પણ બીએસએફના જવાનો દ્વારા નિર્જન ટાપુ અને ક્રીકમાં આ સર્ચ ઓપરેશન જારી છે. જ્યારે ગઇકાલે ખિદરત ટાપુ પરથી 10 અને કોટેશ્વર લાઇટ હાઉસ પાસેથી એક ચરસનો પેકેટ જખૌ મરિન પોલીસ, સ્ટેટ આઇ. બી. અને બીએસએફના જવાનો સંયુક્ત પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા . જ્યારે આજે જખૌ અને જખૌ મરિન પોલીસને 10-10 ચરસના પેકેટ મળ્યા હતા.

બીજી બાજુ દ્વારકાના દરિકાયાકાંઠેથી છેલ્લા 9 દિવસમાં 6 સ્થળેથી રૂા. 61.86 કરોડની કિંમતના ડ્રગ્સના 115 પેકેટ મળી આવ્યા હતા જેમાં ગઈકાલે દ્વારકાના દરિયાઈ કાંઠેથી ડ્રગ્સના 64 પેકેટ મળી આવ્યા છે. જ્યારે જખૌ નજીક દરિયાકાંઠેથી ડ્રગ્સના 80 પેકેટ મળી આવ્યા હતાં. આ ઉપરાંત પોરબંદર નજીક દરિયાકાંઠેથી પણ ડ્રગ્સના 6 પેકેટ મળી આવતા એક જ દિવસમાં 75 કરોડની કિંમતના ડ્રગ્સના 150 પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીનું દિવસ-રાત સર્ચ ઓપરેશન
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠેથી છેલ્લા 10 દિવસથી ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી રહ્યા છે. ત્યારે આ ડ્રગ્સના પેકેટ કોઈ ડ્રગ્સ ડિલરના હાથમાં ન આવે તે માટે દિવસ રાત જોયા વગર મરીન પોલીસ, સ્થાનિક પોલીસ, એસઓજી, બીએસએફ અને સ્ટેટ આઈબી સહિતનો કાફલો સતત સર્ચ ઓપરેશન કરી રહ્યો છે.

Tags :
drugsDwarkagujaratgujarat newsPorbandar
Advertisement
Next Article
Advertisement