સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ઊલટી ગંગા, અમદાવાદમાં ભાજપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

04:43 PM Jul 03, 2024 IST | admin
Advertisement

ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી કોંગે્રસ અને આમઆદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાવાની લાગેલી રેસ વચ્ચે ગઇકાલે ઉલ્ટી ગંગા જેવો સિનારીયો સર્જાયો હતો અને ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી.ના 100 જેટલા કાર્યકરો કોંગે્રસમાં જોડાઇ ગયા હતા. જોકે, કોંગ્રેસ કાર્યાલયે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી બબાલના કારણે આ ઘટના દબાઇ ગઇ હતી.

Advertisement

ગુજરાતના રાજકારણમાં હવે અવળી ગંગા વહેવાનું શરૂૂ થયું છે. અત્યાર સુધી કોંગ્રેસના નાના કાર્યકરોથી માંડી મોટા ગજાના નેતા ભાજપમાં જોડાતા હતા તેને સ્થાને મંગળવારે અમદાવાદમાં એક સાથે 100થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસમાં જોડાતી વખતે આ વિદ્યાર્થી નેતાઓએ કહ્યું કે, ભાજપની સરકાર વર્ષોથી ગુજરાતમાં અને પાછલા 10 વર્ષથી કેન્દ્રમાં છે, પરંતુ યુવાઓના શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દાઓને ઉકેલી શકી નથી.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ તેમની છબીથી આકર્ષાઈને તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી સહુને નફરતને બદલે પ્રેમ કરવાનું શીખવે છે.

ભાજપના યુવા મોરચાના જિજ્ઞેશ સાધુ, સિલ્વર ઓક સાયન્સ કોલેજના પ્રમુખ સન્ની પરમાર, ભાજપ યુવા મોરચાના હર્ષ પરમાર, રાહુલ સિંહ, દુષ્યંત ઠાકોર સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસના નેતાઓ મનીષ દોષી, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ કઠવાડિયા અને હિરેન બેન્કરે કોંગ્રેસમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા યુવાનોેએ કહ્યું, પોતે રાહુલ ગાંધીને કારણે કોંગ્રેસમાં જોડાયા છે.

Tags :
aamadmi partygujaratgujarat newsgujratgovernment
Advertisement
Next Article
Advertisement