For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

11:32 AM May 16, 2024 IST | Bhumika
મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ
Advertisement

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનાનો ગોરખધંધો ચાલતો હોય ત્યારે પોલીસે બાતમીને આધારે રેડ કરી બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, 2 મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબીની એ.એચ.ટી.યુ શાખામાં ફરજ બજાવતા નંદલાલભાઈ દેવજીભાઈ વરમોરાએ આરોપી ધર્મેન્દ્ર કેશવજી કાવર રહે ધ્રુવનગર તા. ટંકારા અને રાહુલ ગોરધન બારૈયા રહે ત્રાજપર ચોરા વાળી શેરી મોરબી એમ બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્પાની આડમાં ગેરકાયદે કૂટણખાના બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની સુચના મળતા ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં પંચાસર રોડ પર આવેલ ઉમિયા માર્કેટમાં આવેલ દુકાનમાં આનંદા ફેમીલી સ્પામાં સંચાલક ધર્મેન્દ્ર કેશવજી કાવર ફેમીલી સ્પાના નામે બહારથી ગ્રાહકો બોલાવી બોડી મસાજના ઓથા તળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી કૂટણખાનું ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી.

જ્યાં રેડ દરમિયાન આનંદા ફેમીલી સ્પા સલૂનનો સંચાલક ધર્મેન્દ્ર કાવર અને રાહુલ ગોરધન બારૈયા મળી આવ્યા હતા જે બંનેને ઝડપી લઈને ખિસ્સામાં રહેલ રોકડ રકમ 5000, મોબાઈલ નંગ 02 કીમત રૂૂ 10 હજાર સહીત કુલ રૂૂ 15 હજારનો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટની કલમ 1956 ની કલમ 3 (1), 4,5(1)(એ)(ડી) 6 (1)(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો સ્થળ પરથી ચાર મહિલાઓ મળી આવી હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement