For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સ્વામિ. મંદિરના દબાણયુક્ત બાંધકામ પર ફરશે બુલડોઝર

12:33 PM Jun 13, 2024 IST | admin
મોરબીમાં સ્વામિ  મંદિરના દબાણયુક્ત બાંધકામ પર ફરશે બુલડોઝર

કલેક્ટર તંત્રની તપાસ સમિતિ દ્વારા સ્થળ નિરીક્ષણ : મચ્છુ નદીમાં દબાણ થતું હોવાની રાવ

Advertisement

મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ મંદિરનું બાંધકામ લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું છે જોકે તાજેતારમાં એક જાગૃત નાગરિકે અરજી કરતા તંત્ર દોડ્યું થયું હતું અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે તેમજ આ મંદિરનું બાંધકામ અવરોધરૂૂપ હશે તો દબાણો હટાવવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.
મોરબી નગરપાલિકા દ્વારા તા. 10 જુનના રોજ ઝુલતા પુલ પાસેના ઇઅઙજ સ્વામીનારાયણ મંદિરને નોટીસ પાઠવી હતી જેમાં જણાવ્યું હતું કે મોરબીમાં ધાર્મિક હેતુનું બાંધકામ નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર કરેલ છે જેથી નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર બાંધકામ શરુ કરીને ગુજરાત અધિનિયમના નિયમો અને પેટા નિયમોનો ભંગ કર્યો હોય ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલોપમેન્ટ એક્ટની કમ 36 અન્વયે ગેરકાયદે બાંધકામ 30 દિવસમાં આપણા ખર્ચે અને જોખમે દુર કરવું વિકલ્પે તમારી સામે ધોરણસર પગલા લેવાની ફરજ પડશે જેની નોંધ લેવા જણાવ્યું છે.

જોકે પાલિકાની નોટીસ છતાં બાંધકામ ચાલુ જોવા મળ્યું હતું તો વિવાદ સર્જાય બાદ જીલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જે તપાસ સમિતિમાં પ્રાંત અધિકારી સુશીલ પરમાર, કાર્યપાલક ઈજનેર (સિંચાઈ સ્ટેટ) અપેક્ષા ગોસ્વામી, નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયકવાડ, ડીએલઆર મોરબી ભોરણીયા અને સીટી મામલતદાર જયવંતસિંહ વાળાને તપાસ સોપવામાં આવી છે જે તપાસ કમિટી કલેકટરને રીપોર્ટ સુપરત કરશે.

Advertisement

આ મામલે જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે ધાર્મિક હેતુના બાંધકામ અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેનો રીપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે મોરબીમાં અગાઉ મચ્છુ જલ હોનારત દુર્ઘટના સર્જાઈ ચુકી છે બીજી વખત આવી હોનારત ના સર્જાય તેના માટે તંત્ર સજાગ છે અને બાંધકામ અવરોધપૂર્ણ હશે તો દબાણો ચોક્કસ દુર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement