For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ચોમાસું બેઠું: 14 કલાકમાં 1.5 ઈંચ વરસાદ

05:43 PM Jun 24, 2024 IST | admin
રાજકોટમાં ચોમાસું બેઠું  14 કલાકમાં 1 5 ઈંચ વરસાદ

સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ-ઈસ્ટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Advertisement

શહેરમાં ગઈકાલે સાંજથી વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ છ વાગ્યાના આસપાસ વરસાદ તુટી પડ્યો હતો. જે કલાકથી વધુ ચાલુ રહેતા એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે વહેલી સવારથી મેઘો મંડાતા વધુ પોણો ઈંચ જેટલું પાણી પડી જતાં ત્રણેય ઝોનનો સરેરાસ વરસાદ દોઢ ઈંચથી વધુ નોંધાઈ ગયો છે. આથી સીઝનનો કુલ વરસાદ સેન્ટ્રલઝોનમાં 52 મીમી, વેસ્ટઝોનમાં 52 મીમી અને ઈસ્ટઝોનમાં 45 મીમી વરસી ગયો છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગઈકાલે સાંજથી શહેર ઉપર કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા બાદ સાંજે છ વાગ્યા બાદ મુસળધાર વરસાદ શરૂ થયો હતો. જે એક કલાકથી વધુ ચાલુ રહેતા સેન્ટ્રલઝોન વિસ્તારમાં 52 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 52 મીમી અને ઈસ્ટઝોન વિસ્તારમાં 45 મીમી સાથે એક ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. તેમજ રાત્રી દરમિયાન પણ ઝાપટા સ્વરૂપે ચાલુ રહ્યો હતો. જે વહેલી સવારે સાત વાગ્યે ફરી વખત મુસળધાર વરસવાનું શરૂ થતાં સેન્ટ્રલઝોનમાં 18 મીમી, વેસ્ટઝોનમાં 15 મીમી અને ઈસ્ટઝોનમાં 19 મીમી વરસાદ નોંધાતા એક ઈંચથી વધુ પાણી બપોર સુધીમાં પડી ગયું હતું. ગઈકાલે સાંજે રાજકોટમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો હોય તેમ વરસાદ તુટી પડ્યો હતો. લોકો ગરમીથી પરેશાન હોવાથી કાકડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતાં. અને સાંજે ધમાકેદાર વરસાદનું આગમન થતા લોકો વરસાદમાં નહાવા માટે રોડ ઉપર નિકળી ગયા હતાં. અને એક કલાક સુધી વરસાદનો આનંદ લીધો હતો. જેમાં આજે સવારે પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘો તુટી પડશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ધીમીધારે વરસાદ શરૂ થતાં ત્રણેય ઝોનમાં અંદાજે અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયાનું ક્ધટ્રોલ વિભાગમાં નોંધાયું છે. આ લખાય છે ત્યારે બપોરે એક વાગ્યે પણ આકાશમાં મેઘાડંબર છવાયું હોય બપોર બાદ ભારે વરસાદ તુટી પડવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ગઈકાલે સાંજથી સવારે 8 વાગ્યા સુધીમાં સેન્ટ્રલજોનમાં 52 મીમી, વેસ્ટઝોનમાં 52 મીમી અને ઈસ્ટઝોનમાં 45 મીમી કુલ વરસાદ સીઝનનો નોંધાયો છે. જે ગત વર્ષ કરતા ઓછો હોવાનુંં ફાયર વિભાગે જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement