For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અંતે ચોમાસું જામ્યું, 130 તાલુકામાં વરસાદ

11:12 AM Jun 24, 2024 IST | Bhumika
ગુજરાતમાં અંતે ચોમાસું જામ્યું  130 તાલુકામાં વરસાદ
Advertisement

મેંદરડામાં 3.5, ખંભાળિયામાં 3, તાલાલા-શંખેડા-સુબીરમાં અઢી, જૂનાગઢ-કાલાવડ-બોટાદ-મુન્દ્રામાં બે ઇંચ

સવારથી અનેક વિસ્તારોમાં મેઘરાજા મંડાયા, આગામી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી

Advertisement

ગુજરાતમાં 15 દિવસ પહેલા હાઉક્લી કર્યા બાદ નવસારી પાસે અટકેલુ ચોમાસુ અંતે ફરી સક્રિય થયુ છે અને આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના 130 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી 3.5 ઇંચ જેવો વરસાદ નોંધાતા અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને હાશકારો થયો છે જ્યારે ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ મેંદરડામાં 3.5 ઇંચ, ખંભાળિયામાં ત્રણ ઇંચ, શંખેડા સુબીરમાં અઢી ઇંચ, તાલાલામાં અઢી ઇંચ અને મુન્દ્રા-જુનાગઢ-કાલાવડ તથા બોટાદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે સવાર સુધીમાં 30 તાલુકામાં એક ઇંચથી વધુ અને 27 તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.
આગામી છ દિવસ ગુજરાતમાં હજી વરસાદની આગાહી હોવાથી ચાલુ સપ્તાહમાં જ ગુજરાતભરમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ પડી જવાની આશા છે.

બીજી તરફ આજે સવારથી પણ ગુજરાતમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં જ રાજ્યના 55 તાલુકામાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ જેવો વરસાદ પડાયાના વાવડ છે.
ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે. ગારિયાધારમાં વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચીરાઈ ગયું છે.

રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાણીના વોકળામાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું છે. ખેતરે મજૂરી કરીને પરત આવતો યુવક વોકળાના પાણીમાં તણાતાં મોતને ભેટ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવકાસ્ટ જાહેર કર્યું છે. આજે વડોદરા, ભરૂૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણેય જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે.

તેમણે વધુમાં કહ્યું કે, તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. 28 થી 30 જુન માં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.'

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ મેંદરડામાં 3.5 ઇંચ, ખંભાળિયામાં ત્રણ ઇંચ, શંખેડા સુબીરમાં અઢી ઇંચ, તાલાલામાં અઢી ઇંચ અને મુન્દ્રા-જુનાગઢ-કાલાવડ તથા બોટાદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે સવાર સુધીમાં 30 તાલુકામાં એક ઇંચથી વધુ અને 27 તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.
આગામી છ દિવસ ગુજરાતમાં હજી વરસાદની આગાહી હોવાથી ચાલુ સપ્તાહમાં જ ગુજરાતભરમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ પડી જવાની આશા છે.

બીજી તરફ આજે સવારથી પણ ગુજરાતમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં જ રાજ્યના 55 તાલુકામાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ જેવો વરસાદ પડાયાના વાવડ છે.
ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે. ગારિયાધારમાં વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચીરાઈ ગયું છે.

રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાણીના વોકળામાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું છે. ખેતરે મજૂરી કરીને પરત આવતો યુવક વોકળાના પાણીમાં તણાતાં મોતને ભેટ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવકાસ્ટ જાહેર કર્યું છે. આજે વડોદરા, ભરૂૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણેય જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે.

તેમણે વધુમાં કહ્યું કે, તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. 28 થી 30 જુન માં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાની આગાહી
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે અને કહ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદનું આગમન થશે. આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદ આવશે. તો આવતીકાલે 24 જુને દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ત્રાટકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement