For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈમાં પણ બે દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું

11:13 AM Jun 10, 2024 IST | Bhumika
મુંબઈમાં પણ બે દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું
Advertisement

મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગુજરાત તરફનો ટ્રાફિક પ્રભાવિત

દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે મજબૂત થતાં અન્ય રાજ્યોમાં પણ એક્ટિવ થવા લાગ્યું છે. કેરલ બાદ હવે મુંબઈમાં ચોમાસું સમય કરતા બે દિવસ વહેલા પહોંચી ગયું છે. તેના કારણે મુંબઈની સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ થયો છે. તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે કોંકણ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

કેરલમાં પણ ચોમાસાના પ્રભાવના કારણે મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ કેટલાય જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે, જેથી સામાન્ય લોકોની સાથે પોલીસ અને પ્રશાસન પણ સતર્ક રહે. તો વળી રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષોભના કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું અને ભારે પવન સાથે વરસાદ થયો છે. તેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરલ અને પૂર્વોત્તર વિસ્તારમાં 30 મેના રોજ સમય કરતા વહેલું પહોંચ્યા બાદ મુંબઈમાં પણ સામાન્યથી બે દિવસ પહેલા રવિવારે પહોંચી ગયું છે. સામાન્યત: ચોમાસું 1 જૂન સુધી કેરલ અને 11 જૂન સુધી મુંબઈ તથા 27 જૂન સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહોંચે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મેના અંતમાં પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાને બંગાળની ખાડી તરફ ખેંચી લીધું અને જેના કારણે પૂર્વોત્તરમાં ચોમાસાનું આગામ સમય કરતા વહેલા થઈ ગયું.

મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો છે. લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળે છે. આઈએમડીએ જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પાડોશી પાલઘર જિલ્લામાં રસ્તાનો એક ભાગ ઘસી પડ્યો છે. જેના કારણે રવિવારે સવાર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 4 કલાકથી વધારે સમય સુધી વાહન વ્યવબાર પ્રભાવિત રહ્યો. રસ્તાનો એક ભાગ તૂટી ગયો. તેમણે જણાવ્યું કે, તેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો અને રસ્તાની બંને બાજુ અવરજવરમાં મુશ્કેલીઓ આવી. થાણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, અહમદનગર, સતારા અને જલગાંવ સહિત મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એક દિવસમાં સારો એવો વરસાદ થયો છે.

આઈએમડીના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલાબા વેઘશાલા, જ્યાં રાજ્ય સરકારના મોટા ભાગના પ્રશાસનિક કાર્યાલયો આવે છે, ત્યાં 67 મિમી વરસાદ નોંધાયો છે. તો વળી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક સાંતાક્રૂજ વિઘશાળામાં 64 મિમી વરસાદ થયો છે. કોલાબામાં પણ સારો એવો વરસાદ થયો છે. સતારામાં છેલ્લા એક દિવસમાં 91 મિમી, નાસિકમાં 64 મિમી, અહમદનગરમાં 57 મિમી, છત્રપતિ સંભાજીનગરમાં 51 મિમી અને જલગાંવમાં 41 મિમી વરસાદ નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement