For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં થશે પૈસાનો વરસાદ, વિજેતા ટીમને મળશે 20.36 કરોડ

01:29 PM Jun 04, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપમાં થશે પૈસાનો વરસાદ  વિજેતા ટીમને મળશે 20 36 કરોડ
Advertisement

આઇસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે. આ વખતે T20 વર્લ્ડ કપ 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહ્યો છે. આ ઝ20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પણ સોમવારે (3 જૂન) મેગા ઇવેન્ટ માટે ઇનામી રકમની જાહેરાત કરી હતી.
T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ (2.45 મિલિયન) મળશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ એટલે કે રનર અપને અંદાજે રૂ.10.64 કરોડ (1.28 મિલિયન) મળશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને સમાન રકમ રૂૂ. 6.54 કરોડ (787,500) આપવામાં આવશે. આ વખતે ઝ20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમને આઇસીસી દ્વારા અમુક રકમ આપવામાં આવશે. જે ટીમો સુપર-8 (બીજા રાઉન્ડ)માંથી આગળ નહીં વધે તેમને દરેકને 382,500 (અંદાજે રૂ. 3.17 કરોડ) મળશે.

નવમાથી 12મા સ્થાને આવનાર દરેક ટીમને 247,500 (અંદાજે રૂૂ. 20.57 કરોડ) મળશે. જ્યારે 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને દરેકને 225,000 (અંદાજે રૂ. 1.87 કરોડ) મળશે. આ સિવાય, મેચ જીતવા પર (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય) ટીમોને વધારાના 31,154 (અંદાજે રૂ. 25.89 લાખ) મળશે. ઝ20 વર્લ્ડ કપ માટે કુલ 11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે. આ વખતે T20 વર્લ્ડ કપની મેચો 9 મેદાન પર રમાઈ રહી છે. જેમાંથી 6 વેસ્ટ ઈન્ડિઝમાં અને 3 અમેરિકામાં છે. વેસ્ટ ઈન્ડિઝમાં, એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ તેમજ ત્રિનિદાદ અને ટોબેગોમાં મેચો યોજાઈ રહી છે. જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement