For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવી જાહેરાત

06:26 PM Jun 11, 2024 IST | Bhumika
મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે  ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવી જાહેરાત
Advertisement

સત્તા બનાવ્યા બાદ BJPએ ઓડિશામાં પણ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માંઝીની પસંદગી કરી છે. ઓડિશામાં પણ ભાજપે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાગુ કરી છે. ઓડિશાના બે ડેપ્યુટી સીએમ હશે, જેમાંથી એક મહિલા પાર્વતી ફરીદા છે. કેવી સિંહ દેવ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.

ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે બહુમતનો આંકડો હાંસલ કર્યો હતો. નવીન પટનાયક વર્ષ 2000 થી 2024 સુધી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેઓ આ પદ પર 24 વર્ષ અને 98 દિવસ સુધી રહ્યા. તાજેતરની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ હવે ભાજપે મોહન માંઝીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ સાથે રાજ્યને લગભગ અઢી દાયકા બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે.

Advertisement

મોહન માંઝી દલિત સમુદાયમાંથી આવે છે અને તેમને મુખ્યમંત્રી બનાવીને ભાજપે પણ આ સમાજમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં પગલાં માંડ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement