For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાફેડના ડિરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ, અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

02:06 PM May 15, 2024 IST | Bhumika
નાફેડના ડિરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ  અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
Advertisement

નાફેડના ડિરેક્ટર પદની ચૂંટણી બિનહરીફ થઇ છે. મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ બન્યા છે. સહકારી આગેવાનોની મધ્યસ્થી કરતા તેઓ બિનહરીફ ચુંટાયા છે.

વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ.21,414 કરોડનું ટર્નઓવર અને રૂ.264 કરોડના નેટપ્રોફિટ કરનાર દેશની અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે 'નાફેડ'ની આગામી તા.21.05.2024ના ખાસ સાધારણ સભા મળનાર છે. આ પહેલા ચૂંટણી માટે 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં રાજકોટના મોહન કુંડારિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ફોર્મ ચકાસણી કરવાનો દિવસ હતો અને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરાવવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના ચાર ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement