For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી ફરી પીએમ નથી બનવાના, આ મારી ગેરંટી: રાહુલ

05:19 PM May 10, 2024 IST | Bhumika
મોદી ફરી પીએમ નથી બનવાના  આ મારી ગેરંટી  રાહુલ
Advertisement

કન્નૌજમાં અખિલેશ યાદવના પ્રચારમાં સભા સંબોધી: મારા શબ્દો લખી લો, યુપીમાં ભાજપને મોટો ફટકો પડવાનો છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે યુપીના કન્નૌજમાં સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવના પ્રચાર માટે પહોંચ્યા હતા. સાત વર્ષ બાદ બન્ને નેતા એક મંચ પર સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ આક્રમક ભાષામાં બોલતા જણાવ્યું કે આગામી 15 દિવસમાં ભાજપ તમારૂં ધ્યાન ભટકાવા કોશિશ કરશે. તેમણે જણાવ્યુ હતું કે ભારતની ચુંટણી માત્ર એક મુદ્દા પર કેન્દ્રીત થઇ છે અને તે છે બંધારણ.

Advertisement

રણટંકાર કરતા તેમણે જણાવ્યું હતું કે હું છાતી ઠોકીને લખીને આપી શકું કે ઇન્ડીયા ગઠબંધન અને અખિલેશ યાદવ અહીંથી વિજયી બનશે. યુપીમાં અમારા ગઠબંધન તરફે જુવાળ છે. મોદી ફરી વડાપ્રધાન બનવાના નથી એ મારી ગેરંટી છે. મારા શબ્દો લખી રાખો, દેશમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને સૌથી મોટો ફટકો પડવાનો છે. આ રાજય અવારનવાર દેશનો રાજકીય નકશો નકકી કરે છે. અહીંના લોકોએ પરિવર્તન લાવવા નકકી કરી લીધું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ અને અઅઙ નેતા સંજય સિંહ કન્નૌજ જિલ્લામાં ઈન્ડિયા એલાયન્સની સંયુક્ત ચૂંટણી બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. સૌથી પહેલા અખિલેશ યાદવે રાહુલ ગાંધીને પરફ્યુમ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે અખિલેશ પોતે કન્નૌજથી ઉમેદવાર છે અને ત્યાં 13 મેના રોજ મતદાન થવાનું છે. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી-અંબાણી કોર્નર થઈ ગયા, હવે મોદીજીનું મોં ખુલી ગયું છે.

આ લોકો શાળા, હોસ્પિટલ, વીજળી, રસ્તાઓ બનાવી શકતા નથી. મોદીજી કહેતા હતા કે ગામમાં કબ્રસ્તાન છે, સ્મશાન પણ હોવું જોઈએ. તેઓએ કોરોના સમયગાળા દરમિયાન દરેક ગામને સ્મશાન ગૃહમાં ફેરવી દીધું. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા, સતેન્દ્ર જૈનને જેલમાં મોકલવામાં આવ્યા, મનીષ સિસોદિયાને જેલમાં મોકલવામાં આવ્યા. અરે, મને આખી જિંદગી જેલમાં રાખો, તેઓ ડરતા નથી.

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, પમહા અઘાડી (ખટઅ) આરક્ષણના નરભક્ષીકરણનું વિશાળ અભિયાન ચલાવી રહી છે. સાથે જ મોદી એસસી-એસટી-ઓબીસીની અનામત બચાવવા માટે મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યા છે. હું કોંગ્રેસના રાજવી પરિવાર જેવા મોટા પરિવારમાંથી નથી આવતો. હું ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે તમે અહીં કેટલી તકલીફો સહન કરી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓના પહાડ હતા. ઘણા આદિવાસી પરિવારો પાસે કાયમી મકાનો નહોતા. આઝાદીના 60 વર્ષ પછી પણ ગામડાઓમાં વીજળી પહોંચી નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પમોદીએ વચન આપ્યું હતું કે દરેક ગરીબ, દરેક આદિવાસીને ઘર આપવામાં આવશે,આદિવાસીના ઘરે પાણી આપવામાં આવશે, દરેક પરિવારને પાણીની સુવિધા આપવામાં આવશે, દરેક ગામમાં વીજળીની સુવિધા આપવામાં આવશે. અમે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબારના લગભગ 1.25 લાખ ગરીબ લોકોને કાયમી મકાનો આપ્યા છે. છેલ્લા 10 વર્ષમાં અમે 4 કરોડ પાકાં મકાનો આપ્યા છે અને ત્રીજી ટર્મમાં 3 કરોડ વધુ મકાનો આપીશું.

કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારની યોજનાઓના લાભોની ગણતરી કરતા પીએમ મોદીએ કહ્યું, પએનડીએ સરકારે મહારાષ્ટ્રના 20 હજારથી વધુ ગામોમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. જેમાં નંદુરબારના 111 ગામોનો પણ સમાવેશ થાય છે. અત્યારે તો આ ટ્રેલર છે, મોદીને હજુ ઘણું કરવાનું બાકી છે અને તેમણે તમારા માટે કરવાનું છે.

નકલી શિવસેના મને જીવતો દફનાવી દેવાની વાત કરે છે: મોદી
લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસની સાથે શિવસેના (યુબીટી) પર પણ જોરદાર નિશાન સાધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે શિવસેનાના નકલી લોકો મને જીવતો દફનાવવાની વાત કરે છે. પીએમ મોદીએ આગળ કહ્યું, આ લોકો કહી રહ્યા છે કે મોદીની કબર ખોદવામાં આવશે. તેઓ તુષ્ટિકરણ માટે આ ભાષા બોલી રહ્યા છે. તેઓ સપના જોઈ રહ્યા છે કે તેઓ મોદીને જમીનમાં દાટી દેશે. તેમનું રાજકીય મેદાન સરકી ગયું છે. તેઓ નથી જાણતા કે દેશની માતાઓ અને બહેનો મોદીની રક્ષા કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement