For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

G-7 સમિટ માટે ઇટાલી પહોંચ્યા મોદી, આઉટરીચ સત્રને સંબોધન કરશે

11:21 AM Jun 14, 2024 IST | admin
g 7 સમિટ માટે ઇટાલી પહોંચ્યા મોદી  આઉટરીચ સત્રને સંબોધન કરશે
Advertisement

અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન સહિતના દેશોના નેતાઓને મળશે

જી-7 સમિટ 13થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં વૈભવી બોર્ગો એગ્નાઝિયા રિસોર્ટમાં થઈ રહી છે. પીએમ મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત જી-7 સમિટ માટે ઈટાલીની છે. તેમણે કહ્યું કે તેઓ જી-7 સમિટના આઉટરીચ સત્રને પણ સંબોધિત કરશે અને જી-7 દેશોના વડાઓને પણ મળશે.

Advertisement

જી-7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) ઈટાલીના અપુલિયા પહોંચ્યા હતા. ભારતને આઉટરીચ ક્ધટ્રી તરીકે અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી જેવા જ અપુલિયાના બ્રિન્ડિસી એરપોર્ટ પહોંચ્યા, ત્યાં ઈટાલીના ભારતના રાજદૂત વાણી રાવ અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે ઇટાલીની તેમની અગાઉની મુલાકાત અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ભારતની મુલાકાતોને યાદ કરી, જેણે દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે ભારત-ઈટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. જી-7 સમિટમાં ભારતની આ 11મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હશે. પીએમ મોદી તેમના ઇટાલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી શક્યતા છે.

જી-7 બેઠકમાં યુક્રેન અને ગાઝા યુદ્ધ પર ચર્ચા થવાની શક્યતા છે. જી-7એ વિશ્વની સાત મુખ્ય અર્થવ્યવસ્થાઓનું એક ગ્રૂપ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઇડન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.

સચિવે કહ્યું કે તે તેમને જી-7 સમિટમાં ઉપસ્થિત અન્ય વિશ્વ નેતાઓ સાથે ભારત અને ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરવાની તક પણ આપશે. ક્વાત્રાએ કહ્યું કે, જી-7 સમિટના આઉટરીચ સત્રનું ફોકસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પર રહેશે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ મળી શકે છે.

તેમણે કહ્યું કે, જી-7 સમિટમાં ભારતની ભાગીદારી વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વધતી જતી માન્યતા અને યોગદાનને પ્રતિબિંબિત કરે છે. જેમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement