For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફીલ ગુડ સિન્ડ્રોેમમાં ન ફસાવા મોદીની મંત્રીઓને ચેતવણી

11:51 AM Feb 05, 2024 IST | Bhumika
ફીલ ગુડ સિન્ડ્રોેમમાં ન ફસાવા મોદીની મંત્રીઓને ચેતવણી

આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટ મંત્રીઓને ચેતવણી આપી છે. પીએમ મોદીનું કહેવું છે કે મંત્રીઓએ કોઈ રાજકીય વિશ્ર્લેષકોથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ અને 2024ની આગામી લોકસભાની ચૂંટણી માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.

Advertisement

મંત્રીઓને મોદીની આ સલાહ એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના પવિત્ર સમારોહે હિન્દી બેલ્ટ સહિત દેશભરમાં ભાજપ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે.પીએમ મોદીએ પોતાના મંત્રીઓને કહ્યું છે કે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને પૂર્ણ ન ગણી શકાય. ભાજપને હજુ પણ 2004ની ચૂંટણીનો ડર છે, જ્યાં છેલ્લી ઘડીએ ભાજપે બેદરકારી દાખવી હતી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ લોકસભામાં સૌથી મોટી પાર્ટી બની, ભાજપથી માત્ર સાત સીટ આગળ અને આગામી 10 વર્ષ સુધી સત્તામાં રહી. કોંગ્રેસે યુપીએ ગઠબંધનની રચના કરી અને મનમોહન સિંહ સતત બે વાર વડાપ્રધાન બન્યા. એ વખતે અડવાણીએ દેશમાં ફીલગુડનું વાતાવરણ હોવાનો અવારનવાર ઉલ્લેખ કર્યો હતો, એ કારણે ભાજપ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યો હતો.

હાલના માહોલને જોતા ભાજપના નેતાઓ ‘અબકી બાર 400 પાર’માં વિશ્વાસ કરવા લાગ્યા છે. પરંતુ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સીટોની સંખ્યાને લઈને બેદરકાર રહેવા માંગતા નથી. આ જ કારણ છે કે જાતિ-પ્રભુત્વ ધરાવતા બિહારમાં જેડી(યુ) અને ઓડિશામાં બીજેડી સાથે ગઠબંધને પણ સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં કોઈ કસર છોડી નથી. વધતી જતી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક પ્રભાવના કારણે મોદી સરકારની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. જો કે, સરકાર દ્વારા સર્વાંગી કામગીરી કરવામાં આવી હોવા છતાં, ભાજપે તેના સમર્થકો મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે તે માટે તેના પન્ના પ્રમુખો પર નિર્ભર રહેવું પડશે.

Advertisement

ભાજપ ‘રામ લલ્લાના આશીર્વાદ’ સાથે હિન્દી બેલ્ટમાં ફ્રન્ટ-ફૂટ પર રમી રહી છે. પરંતુ આમ છતાં પાર્ટી અને આરએસએસ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે પોતાના સમર્થકોને પ્રોત્સાહિત કરવામાં કોઇ કસર છોડવા માંગતા નથી. જો કે પાર્ટીએ કર્ણાટકમાં પોતાની સંખ્યા જાળવી રાખવા અને તમિલનાડુમાં ડીએમકે અને કેરળમાં ડાબેરીઓના ગઢને તોડવા માટે મહેનત કરવી પડશે. પશ્ચિમ બંગાળ માટે પણ આ જ વાત સાચી છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપ સામે સંપૂર્ણ તાકાતથી લડશે અને લોકસભાની બેઠકોની સંખ્યા ગત વખતથી ઘટાડવાનો પ્રયાસ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement