For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલા વિવાદમાં હવે મોદીએ મામલો લીધો હાથમાં

11:14 AM Apr 08, 2024 IST | Bhumika
રૂપાલા વિવાદમાં હવે મોદીએ મામલો લીધો હાથમાં
Gujarat, April 18 (ANI): Prime Minister Narendra Modi interacts with Union minister Parshottam Rupala during his public meeting ahead of upcoming general election-2019 in Amreli on Thursday. (ANI Photo)
  • ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે ચર્ચા બાદ ચૈત્રી નવરાત્રીમાં કરશે આખરી નિર્ણય

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ થયેલી રાજયવ્યાપી આંદોલન સામે ભાજપ દ્વારા ડેમેજ ક્ધટ્રોલ શરૂ કરાયું છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક યોજી કોઇ રસ્તો કાઢવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપવામાં આપી છે.

Advertisement

ગઇકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસે ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આઇ.કે.જાડેજા, મહેન્દ્રસિંહ સરવૈયા, હકુભા જાડેજા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત વિગેરેની બેઠક બોલાવી ક્ષત્રિય સમાજની આંદોલન સમિતિ સાથે સંકલન સાધવા અને રૂપાલા વિરોધી આંદોલન કઇ રીતે સમેટાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અમુક ક્ષત્રિય નેતાઓને વડાપ્રધાન મોદીએ દિલ્હી બોલાવી આ મુદ્દે ચર્ચા કરી હોવાનું પણ મનાય છે. સુત્રોનુ માનીએ તો હવે આ મામલો ખુદ વડાપ્રધાને હાથમાં લીધો છે. ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ સાથે ચર્ચા બાદ આવતી કાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં ખૂદ વડાપ્રધાન કોઇ નિર્ણય લઇ શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂૂપાલાને પડતાં મૂકવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજનો રોષ હવે રાજ્યવ્યાપી બની ગયો છે અને હજુ પણ આ મુદ્દે કોઇ નિર્ણયાક દરમિયાનગીરી નહીં થાય તો ક્રમશ: આ રોષ દેશના અન્ય રાજ્યોમાં પ્રસરી જાય એવી આશંકા સેવાઇ રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા જ કોઇ સમાધાનકારી માર્ગ લેવાય એવી પ્રબળ શક્યતા છે. મંગળવારે ચૈત્ર મહિનાની નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે અને મા ભવાની, જગદંબામાં આસ્થા ધરાવતા વડાપ્રધાન મોદી ચૈત્ર મહિનાની નવરાત્રીમાં પણ નક્કોરડા ઉપવાસ કરતા હોય છે. ક્ષત્રિયો પણ મા ભવાનીના પૂજકો રહ્યા છે ત્યારે આ મામલે કેવો ઉકેલ આવે છે એ જોવાનુ રહેશે.

Advertisement

ગુજરાત બહાર પહોંચ્યો વિવાદ, યુ.પી.માં ક્ષત્રિય સંમેલન યોજાયું
રૂપાલા વિવાદમાં ગુજરાત બહાર ઉત્તરપ્રદેશના સહારનપુર જનપદના નાનૌતામાં આયોજિત કરાયેલા ક્ષત્રિય મહાકુંભમાં કેટલાક રાજ્યોના લોકો પહોંચ્યા હતા. આયોજકોના અનુસાર, મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભાજપને હરાવવા માટે એકજુટ થવાનું આહ્વાન કરાયું હતું. લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરૂૂદ્ધ મોરચો ખોલ્યો અને કેટલાક આરોપ લગાવ્યા. રાજપૂત સમાજના સંગઠનોના પદાધિકારીઓએ કહ્યું કે, જે ભાજપને હરાવશે, ક્ષત્રિય સમાજ તેને જ મત આપશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે. ક્ષત્રિય સમાજના નેતાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ નથી આપવામાં આવી. તેની સાથે જ સંગઠનમાં પણ સમાજની અવગણના કરાઈ રહી છે. જેને લઈને સમાજમાં ભાજપ વિરૂૂદ્ધ નારાજગી છે, જે શરૂૂ રહેશે. તેનું નુકસાન ભાજપને ચૂંટણીમાં ભોગવવું પડશે. નાનૌતામાં આયોજિત ક્ષત્રિય મહાકુંભમાં સામેલ થવા માટે સરધનાથી ઠાકુર ચૌબીસીના ગામલોકો બસોમાં સવાર થઈને પહોંચશે. ભાજપના વિરોધમાં રાજપૂત સમાજના લોકો સતત પંચાયત કરી રહ્યા છે. ત્યારે, આગામી 16 એપ્રિલે સરધના વિધાનસભાના ગામ ખેડામાં પણ ક્ષત્રિય સ્વાભિમાન મહાપંચાયતનું આયોજન કરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement