For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝીંઝુવાડામાં ફોજદારને છરીના ઘા ઝીંકી ટોળું બૂટલેગરને છોડાવી ગયું

11:31 AM Jan 06, 2024 IST | Bhumika
ઝીંઝુવાડામાં ફોજદારને છરીના ઘા ઝીંકી ટોળું બૂટલેગરને છોડાવી ગયું

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો. ઝીંઝુવાડા પીએસઆઇને લોહીલુહાણ હાલતમા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમા રીફર કરાયા છે. જ્યારે ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમા ફેરવાઈ જવા પામ્યું હતું.

Advertisement

પાટણના સમી પોલીસ મથકના પ્રોહીબીશનના આરોપી જાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પકડવા ગયા હતા. અને પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને એની જ ક્રેટા ગાડીમાં ઝબ્બે કરી એ જ ક્રેટા ગાડીમાં એને લઈને ઝીંઝુવાડા પોલીસ મથકે આવી રહ્યાં હતા. ત્યારે ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ પીએસઆઇ કે.વી.ડાંગર પર છરી સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા પીએસઆઇ સહીત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચતા એમને પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની હાલત નાજુક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રોહીબીશનનો આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ક્રેટા ગાડી લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા કચેરીમા રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પડ્યાં, ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહીત એલસીબી, એસસોજી સહીત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી જતા ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમા ફેરવાયું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement