For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MLA ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, CM ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત

06:07 PM Jun 10, 2024 IST | Bhumika
mla ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી  cm ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત
Advertisement

અમદાવાદના જમાલપુર ખાડીયા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ તેઓની ભત્રીજીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય દ્વારા આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર જમાલપુર વિસ્તારમાં આવેલી ખાંડની શેરી પાસે રહેતા નસીમ ઈકબાલ ખેડાવાલા (ઈમરાન ખેડાવાલાના ભત્રીજી)એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. ઈમરાન ખેડાવાલાની ઓફિસની પાડોશમાં રહેતા વ્યક્તિએ રાતના સમયે તેઓની ભત્રીજી સાથે મકાન બનાવવા બાબતે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. બાદમાં ભત્રીજી અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

આ અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કુખ્યાત શખ્સ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, મારી ગેરહાજરીમાં ઈરફાન નાગોરી મારા પરિવારને ધાક-ધમકી આપે છે. તે સીધી મારી સાથે માથાકૂટ નથી કરી શકતો એટલે મારા પરિવારને ટાર્ગેટ કરે છે. ઈરફાન નાગોરી હત્યાના ગુનામાં સજા કાપી આવેલ છે. તેને પોલીસની કોઈ બીક નથી તેવું વિસ્તારમાં હાઉ ઉભો કરેલ છે. તેઓએ મુખ્યમંત્રીને અપીલ કરતા કહ્યું કે, આ અસમાજિક તત્ત્વ ઈરફાન નાગોરી તથા તેના ભાઈ સાદીક નાગોરી તથા તેના મળતીયા સામે કડક કાર્યવાહી કરવા આવે અને આવા અસમાજિક તત્વો માટે એક દાખલો બેસડવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement