For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિર્ઝાપુર 3નું ટ્રેલર શાનદાર ટ્રેલર રિલીઝ: ખોફ ફેલાવવા આવી ગયા કાલીન ભૈયા-ગુડ્ડૂ પંડિત, જુઓ દમદાર Video

06:28 PM Jun 20, 2024 IST | Bhumika
મિર્ઝાપુર 3નું ટ્રેલર શાનદાર ટ્રેલર રિલીઝ   ખોફ ફેલાવવા આવી ગયા કાલીન ભૈયા ગુડ્ડૂ પંડિત  જુઓ દમદાર video
Advertisement

મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર-3'નું ટ્રેલર આંજે રિલીઝ કરવામાં આવ્યું છે. . ટ્રેલરમાં ગુડ્ડુ પંડિતના રોલમાં અલી ફઝલ પહેલા કરતા વધુ ખતરનાક દેખાઈ રહ્યો છે. મિર્ઝાપુરમાં ફરી એકવાર ખુરશી માટે જંગ જોવા મળશે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે.ખુરશી માટે રચાતા આ ખેલનું દ્રશ્ય જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

https://sortdYoutubeEmbed/33o3s4Vs4Sw

ટ્રેલરની શરૂઆત છેલ્લા બે સિઝનની નાનકડી ઝલક સાથે થાય છે, જેમાં મુન્ના ભૈયા ફાયરિંગ કરતા જોવા મળે છે. આ પછી ત્રીજી સિઝનની શરૂઆત થાય છે. પછી એક ફની જોક અને મિર્ઝાપુરની મેક્સિકો સાથે તુલના થાય છે. અને પછી થાય છે ગુડ્ડુ પંડિતની ખતરનાક એન્ટ્રી. બીના ત્રિપાઠી સાથે મળીને મિર્ઝાપુર પર રાજ કરવાનું શરૂ કરે છે. ટ્રેલરમાં મારપીટ અને ખૂનખરાબા જોવા મળે છે. સિરીઝના, કાલીન ભૈયાની ઝલક માત્ર 8 સેકન્ડ માટે જોવા મળે છે. કાલીન ભૈયાને જોઈને દરેક વ્યક્તિ તેના ચરણ સ્પર્શ કરે છે. કાલીન ભૈયા ખુરશી તરફ જતા જોવા મળે છે, પરંતુ તે પહેલા જ બીના અને ગુડ્ડુ પંડિત તેના પર બેસી જાય છે. હવે સિરીઝમાં રહસ્ય હજુ છુપાયેલ છે કે, કાલીન ભૈયા કેવી રીતે બેસશે?ટ્રેલરમાં ઈશા તલવાર અને અંજુમ શર્મા પણ દમદાર પાત્ર ભજવી રહ્યા છે. આ વખતે બંને સિરીઝના સેન્ટરમાં જોવા મળે છે. તો રસિકા દુગ્ગલનું બીના ત્રિપાઠીનું પાત્ર ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલું લાગે છે.

Advertisement

જણાવી દઈએ કે, 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન 5 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ 'Amazon Prime Video' પર રિલીઝ થશે. આ સિઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલંગ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચઢ્ઢા જેવા કલાકારો જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement