For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં ધરાર પ્રેમીના ત્રાસથી સગીરાનો આપઘાતનો પ્રયાસ

12:37 PM Jan 04, 2024 IST | Bhumika
થાનગઢમાં ધરાર પ્રેમીના ત્રાસથી સગીરાનો આપઘાતનો પ્રયાસ

થાનગઢમાં ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા પરિવારની 17 વર્ષની સગીરાને પાડોશમાં રહેતો ભોજા નામનો ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી પોતાના અન્ય બે મિત્રો સાથે મળી સગીરાનો પીછો કરી અવાર નવાર પજવણી કરતો હતો ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી 17 વર્ષની સગીરાએ પોતાના ઘરે હતી ત્યારે સવારના અગીયારેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું સગીરાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરતા થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાની પાડોશમાં રહેતા ભોજા નામનો શખ્સ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી સગીરાને લગ્ન કરવા અને ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી પજવણી કરતો હતો. જેથી ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થાનગઢ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement