For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોપટપરામાં ગાળો બોલતા શખ્સને ટપારતા સગીર ઉપર પાઈપથી હુમલો

05:20 PM Jun 13, 2024 IST | admin
પોપટપરામાં ગાળો બોલતા શખ્સને ટપારતા સગીર ઉપર પાઈપથી હુમલો

કણકોટના પાટિયા પાસે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

Advertisement

શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો સગીર પોતાના મિત્ર સાથે પોપટપરા સ્મશાન નજીક આવેલા બગીચામાં હતો ત્યારે અજાણ્યા શખ્સો ગાળો ભાંડતા હતાં. જેથી અજાણ્યા શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં સગીર ઉપર હુમલો કર્યો હતો. સગીરને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોપટપરા વિસ્તારમાં આવેલા ઈમામ ચોકમાં રહેતા કિશાન રામજીભાઈ વાવેસા નામનો 17 વર્ષનો સગીર રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોપટપરા સ્મશાન નજીક આવેલા બગીચામાં પોતાના મિત્ર સાથે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. સગીરને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં કણકોટ પાટીયા પાસે હિકમત શકરાણા (ઉ.23) સાથે ભીમચંદ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને હેલ્મેટ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement