For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારની રાજધાનીમાં શાસક જેડીયુ નેતાની મધરાતે હત્યા: લોકોનો હંગામો

11:05 AM Apr 25, 2024 IST | Bhumika
બિહારની રાજધાનીમાં શાસક જેડીયુ નેતાની મધરાતે હત્યા  લોકોનો હંગામો
  • બાઈક સવાર હુમલાખોરોએ સૌરભ કુમારના માથામાં ગોળી ધરબી દીધી: મિત્ર પણ ઘાયલ

ભારતીય ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતામાં પોલીસ-વહીવટની કડકાઈના દાવાઓને ફગાવતા ગુનેગારો સતત મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બિહારમાં આ વખતે સત્તારૂૂઢ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રાજધાની પટનાના પુનપુન વિસ્તારમાં આ હત્યા બાદ લોકો ગુસ્સામાં છે. ગુરુવારે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોએ પટણા-પુનપુન રોડ બ્લોક કરીને હંગામો મચાવ્યો હતો.

Advertisement

જેડીયુના નેતા સૌરભ કુમારની પટનાના પુનપુનના પાઈમાર ગામ પાસે બેલડિયા પુલ પાસે ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. ફાયરિંગમાં તેનો એક મિત્ર મુનમુન કુમાર ઘાયલ થયો છે. તેમને સારવાર માટે પટનાની કાંકરબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત નાજુક છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. લોકોએ પટના પુનપુન રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ શરૂૂ કર્યો છે. ઘટનાની માહિતી મળતાં જ સિટી એસપી (પૂર્વ) ભરત સોની, ડીએસપી મસૌરી ક્ધહૈયા સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત કરવાનો પ્રયાસ શરૂૂ કર્યો. ઘટનાની પુષ્ટિ કરતા ડીએસપી ક્ધહૈયા સિંહે કહ્યું કે ગુનેગારોએ જેડીયુ નેતાને માથામાં ગોળી મારી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ ટીમે સ્નિફર ડોગ્સ સાથે ફોરેન્સિક સાયન્સ ટીમને સ્થળ પર બોલાવી છે.

જેડીયુ નેતા સૌરભ કુમાર બુધવારે મોડી રાત્રે બધૈયા કોલ ગામમાં તેમના મિત્ર અજીત કુમારના ભાઈની રિસેપ્શન પાર્ટીમાં ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 12 વાગે તે પોતાના મિત્ર મુનમુન કુમાર સાથે રિસેપ્શન પાર્ટીમાંથી શિવ નગર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. સૌરભ કુમાર પોતાની કારમાં બેઠા હતા ત્યારે ગુનેગારો મોટરસાઇકલ પર આવ્યા અને અનેક ગોળીઓ ચલાવી. સૌરભ કુમારને માથામાં અને મિત્ર મુનમુન કુમારને પેટ અને હાથમાં ગોળી વાગી હતી. ગોળી વાગી કે તરત જ તેઓ ત્યાં પડી ગયા. દરમિયાન ગુનેગારો ત્યાંથી ભાગી ગયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement