For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માઇકલ કલાર્કનો દાવો, જૂથવાદે બગાડ્યો મુંબઇ ઇન્ડિયન્સનો ખેલ

01:20 PM May 02, 2024 IST | Bhumika
માઇકલ કલાર્કનો દાવો  જૂથવાદે બગાડ્યો મુંબઇ ઇન્ડિયન્સનો ખેલ

ટૂર્નામેન્ટ વ્યક્તિગત પ્રદર્શનથી નહીં ટીમ વર્કથી જીતી શકાય

Advertisement

5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે 2024ની સીઝન ખૂબ જ ખરાબ ચાલી રહી છે. કેપ્ટન બદલાયા બાદથી વિવાદોમાં ઘેરાયેલી ટીમ હવે પગ્રુપિઝમથનો શિકાર બની છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે દાવો કર્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂૂમમાં જૂથવાદ છે, જેના કારણે ખેલાડીઓ એક થઈને રમી રહ્યા નથી.

Advertisement

ક્લાર્કે ‘સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઈવ’ પર કહ્યું - મને લાગે છે કે બહારથી જે દેખાય છે તેના કરતાં વધુ ચાલી રહ્યું છે. આટલા સારા ખેલાડીઓ હોવા છતાં, પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે. ડ્રેસિંગ રૂમમાં જૂથબંધી છે અને વસ્તુઓ કામ નથી કરી રહી છે. તેઓ સાથે મળીને એક ટીમ તરીકે નથી રમી રહ્યા. મોટી ટૂર્નામેન્ટ વ્યક્તિગત પ્રદર્શનથી નહીં પરંતુ ટીમ વર્કથી જીતવામાં આવે છે. મુંબઈ એક ટીમ તરીકે સારું રમી શક્યું નથી.

આશા છે કે તેઓ સુધરશે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં, મુંબઈને 10 માંથી 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુમરાહ અને રોમારિયો શેફર્ડના કારણે 3 જીત હાંસલ કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. તેમાંથી મુંબઈને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 3 મેચમાં જીત મળી હતી. -0.272 નેટ રન રેટ સાથે મુંબઈના 6 પોઈન્ટ છે. આ 6 પોઈન્ટ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement