For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેરા વીડિયો બનાને કી તેરી હિંમત કેસે હુઇ, વિદ્યાર્થીને માર મારી મોઢા પર પેશાબ કર્યો

04:55 PM Jun 06, 2024 IST | Bhumika
મેરા વીડિયો બનાને કી તેરી હિંમત કેસે હુઇ  વિદ્યાર્થીને માર મારી મોઢા પર પેશાબ કર્યો
Advertisement

મેરા વિડીયો બનાને કી તેરી હિમત કેસે હુંઇ, મે તુજે કાટ ડાલુગા કહીને જાણીતા બોડી બીલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને માર માર્યો છે. એટલું જ નહિ રજત દલાલે વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ તેના મોઢા પર ગોબર લગાવ્યું હતું, બાદમાં બાથરુમ સાફ કરાવ્યુ અને મોઢા પર પેશાબ પણ કર્યો હતો.

વિદ્યાર્થીએ એક વિડિયો બનાવી તેમાં લખાણ લખી ને સોશિયલ મિડીયા પર વાયરલ કરતા આ ઘટના ઘટી છે. રજત દલાલે વિદ્યાર્થીને ટોર્ચર કરતો વિડીયો પણ ઉતાર્યો હતો.સાબરમતી વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રજત દલાલ વિરૂૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી વિદ્યાર્થી ચાંદખેડા માં એક જીમ માં જાય છે. જ્યાં એક મહિના પહેલા ગેસ્ટ તરીકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલ આવ્યો હતો. વિદ્યાર્થીએ રજત દલાલ સાથે સેલ્ફી પડાવી હતી અને બાદમાં તેઓ એક અઠવાડીયા સુધી જીમમાં કસરત કરવા તેમજ શિખવાડવા માટે આવતો હતો. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીએ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.

Advertisement

જેમાં લખ્યુ હતું કે રોજ સુબહ અપના મુહ જીમમે દીખા કર મેરા દીન ખરાબ કરતા હુઆ. રજત દલાલે તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી વિદ્યાર્થી ને ફોન કર્યો હતો અને જીમમાં આવવાનું કહ્યુ હતું. બાદમાં રજત દલાલે ઘરનું સરનામુ માંગ્યુ હતું જેથી વિદ્યાર્થીએ તેનુ સરનામું આપ્યુ હતું. થોડી વખત પછી રજત દલાલે તેને ફોન કરીને કહ્યુ હતું કે અમે તારા સોસાયટીની બહાર ઉભા છીએ. વિદ્યાર્થી રજત દલાલને મળવા માટે ગયો હતો જ્યા તે કાળા કલરની થાર લઇને આવ્યો હતો. રજત દલાલ અને તેની સાથે આવેલા તેના બે મિત્રોએ ફરિયાદી ને જબરજસ્તી થારમાં બેસાડી દીધો હતો.

રજત પુરઝડપે કાર ચલાવવા લાગ્યો હતો અને બાદમાં ધમકી આપી હતી કે મેરા વિડીયો બનાને કી તેરી હિમત કેસે હુંઇ મે તુજે કાટ ડાલુગા, તુજે નહી છોડુંગા. કાર માંજ રજત અને તેના મિત્રોએ તેને માર મારવા લાગ્યા હતા. રજતે પોતાની જાતને પપ્પા કહેવાડીને માફી મંગાવી હતી.

બાદ માં તેને ચાંદખેડા ખાતે આવેલા એક તબેલામાં લઇ ગયા હતા જ્યા વિદ્યાર્થી ના મોઢા પર ગોબર લગાવીને ચપ્પલથી માર માર્યો હતો જેનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદમાં તેને ફરીથી ગાડીમાં બેસાડીને જગતપુર ખાતે આવેલા ગ્રીન ગેલેસ સોસાયટીમાં લઇ ગયા હતા જ્યા કોમન પ્લોટમાં ગાળો બોલીને તેની પાસે ઉઠક બેઠક કરાવી હતી જેનો રજતે વિડિયો ઉતાર્યો હતો.

એટલું જ નહિ જબરજસ્તી લીફ્ટમાં લઇ ગયો હતો અને બાદમાં એક ફ્લેટમાં લઇ ગયો હતો. જ્યા તેની સાથે બાથરુમ સાફ કરાવીને માર માર્યો હતો. જેનો પણ વિડીયો ઉતાર્યો હતો અને માફી મંગાવી હતી. વિદ્યાર્થી બેભાઇ થઇ જતા રજતે તેના મોઢા ઉપર બાથરુમ પણ કરી હતી. વિદ્યાર્થીએ રજતને છોડી દેવા માટે આજીજી કરી હતી જેથી તે તેને થારમાં બેસાડીને તેના ઘર પાસે મુકી ગયો હતો.

જ્યાં ફરિયાદી ની માતાને પણ રજતે ધમકી આપી હતી કે મે ઇસકો જાન સે માર દેતા પર યે છોટા હે ઇસલીયે છોડ રહા હું, મે હરીયાણા કા જાટ હું, મેરી બડી પહોચ હૈ, યહા મેરા કુછ નહી બીગાડ પાયેગા, પોલીસ મેરે જેબમાં રહેતી હે. રજતે તેના માતાની સામે પણ ઉઠક બેઠક કરાવી હતી અને તેની ઈન્સ્ટાગ્રામ આઇ ડી ઓપન કરાવી લખાવ્યું હતું.રજત તેના મિત્રો સાથે જતા રહેતા અંતે વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસે રજત સહિત ત્રણ લોકો વિરૂૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement