For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબરા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

11:56 AM Jun 18, 2024 IST | admin
બાબરા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
Advertisement

ચરખા, ચમારડી, નીલવડા, વાવડા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગાગડિયો નદી બે કાંઠે વહેતી થઈ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના લાઠીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. લાઠીના હરસુરપુર તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Advertisement

પ્રથમ વરસાદે જ ગાગડીયો નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હરસુરપુર ગામ નજીક ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો છે. આજે બપોર બાદ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. લોકોને પણ આ વરસાદથી ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોને પણ ગરમીથી રાહત મળી છે.
અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે. બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement