For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ઉપર મેઘરાજા ઓળઘોળ, સાર્વત્રિક વરસાદ

11:42 AM Jul 01, 2024 IST | Bhumika
ગુજરાત ઉપર મેઘરાજા ઓળઘોળ  સાર્વત્રિક વરસાદ
Advertisement

સવાર સુધીમાં 214 તાલુકામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયા બાદ સવારથી ખંભાળિયા-વિસાવદર-કાલાવડ-ધોરાજી-વંથલી-ઉપલેટા પંથકમાં સટાસટી

સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ગુજરાતમાં અંતે મેઘરાજા મન મુકીને મંડાયા હોય તેમ ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડયા બાદ ગઇકાલે રવિવારથી જમાવટ કરી દીધી છે અને આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના કુલ 214 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી 8.5 ઇંચ વરસાદ પડી જતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે.
બીજીતરફ આજે સવારે 6 વાગ્યા બાદ પણ મેઘરાજાએ મહેર ચાલુ રાખી હતી અને સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં 120 તાલુકાઓમાં 1 મીમીથી માંડી 116 મીમી વરસાદ પડી ગયો હતો. સવારે આઠ વાગ્યા બાદ પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

Advertisement

ગઇકાલે વરસાદે દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યુ હતું. અમદાવાદ, સુરત, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં તેમજ દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો હતો.આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન સૌથી વધુ સુરતના પલસાણા અને જુનાગઢ જિલ્લાના માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતના મહુવામાં 7 ઇંચ, વંથલી-દેવભૂમિ દ્વારકા- બારડોલી- કુતિયાણા- ઓલપાડ- કામરેલ સહીતના વિસ્તારોમાં છ ઇંચ વરસાદ પડયો છે.

જયારે સુરત સીટી, કચ્છના મુન્દ્રામાં, વાપી, મેંદરડા, કપરાડા, ભેસાણ, વલસાડ, ભરૂચ, જુનાગઢ, વિસાવદર વિગેરે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.24 કલાકમાં રાજયના કુલ 109 તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. જયારે રાજયના કુલ 148 તાલુકામાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડેલ છે.
બીજી તરફ આજે સવારથી પણ મેઘરાજા મંડાયા છે અને દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં 4.5 ઇંચ, વિસાવદરમાં 3, કાલાવડમાં ત્રણ, ધોરાજીમાં અઢી, વંથલી-ઉપલેટા-કલ્યાણપુરમાં 48 મીમી વરસાદ નોંધાયો છે.

નવાગામ
કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા, જામવાળી, હકુમતી સરવાણીયા, માછરડા, મોટી વાવડી સહિત ગ્રામ્ય પંથકમાં ગત રાત 3 વાગ્યા થી ભારે વરસાદ..ભારે વરસાદના પગલે સ્થાનિક નદિમાં પુરની સ્થિતિ સર્જાઈ… વાત કરવામાં આવે માછરડાની તો સ્થાનિક નદીમાં પુર આવતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો..તેમજ ઉમરાળા નેસની વાત કરવામાં આવે તો ત્યા પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો…

માણાવદર
માણાવદર પથંકમાં છેલ્લા ત્રણ દી થી માત્ર ઝાંપટા પડતા કોણ જાણે કોઇ બાંધેલા વરસાદ છૂટો પડયો હોય તેમ ગતરાત્રીના 8.30 વાગ્યે આસપાસ શરૂ થયેલો વરસાદ ધીમેધીમે રૌટુ સ્વરૂપ ધારણ કયેું હતુ 8 કલાકમાં 9થી વધુ ઇંચ વરસાદે સમગ્ર શહેર ધમરોલી નાખ્યુ હતુ જયા ગત રાત્રીના પાણી ઉડતા હતા ત્યા મોડે રાત્રીના 3 વાગ્યે ભારે પ્રવાહ સાથે પૂર આવી ચુકયુ હતુ અને વહેલી સવારે રસાલા ડેમ અતિયારે પ્રવાહ સાથે સતત ત્રણ કલાકથી પણ વધુ થી બેકાઇ વહી રહ્યો છે. ભાલેચડા ગારી બેકાઠે છે તો શહેરની ગટરો ચીફ ઓફિસર તથા તેની ટીમની કામગીરી કામ લાગી છે. ગટરોમાં પાણી સડસડાટ વહી રહ્યા છે. જો આ કામગીરી રહી ગઇ છે. સમગ્ર પથંકમાં જાણે બારેય મેધખાગા થઇ ચૂકયા છે. હજી વરસાદમાં વધારોતો જોરદાર વરસાદ ચાલુ છે.

મોરબી
મોરબી શહેર અને જીલ્લામાં રવિવારે સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા મોરબી શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બપોર સુધીમાં 2 ઇંચ કરતા વધુ વરસાદને પગલે શહેર પાણી પાણી થયું હતું અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા મોરબી શહેર અને જીલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 57 મીમી, ટંકારામાં 27 મીમી અને હળવદમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો જયારે માળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા 2 ઇંચ જેટલા વરસાદમાં પાણી પાણી થઇ ગયું હતું આજે બે ઇંચ કરતા વધુ વરસાદ વરસતા મોરબીના મુખ્ય એવા શનાળા રોડ પર કમર ડૂબે તેટલા પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો વર્ષોથી પાલિકા તંત્ર માટે અછુતો એવો લાતીપ્લોટ વિસ્તારમાં પણ ભારે પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત ક્ધયા છાત્રાલય રોડ, નગર દરવાજા અને રવાપર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા

ભાટીયા
ભાટીયા સાહિત પંથકના કેનેડી-બાંકોડી ગામમાં ધીમીધારે મેઘરાજાએ પધરામણી કરતા પોહગા થી એક ઇંચ જેટલો વરસાદ નોંધાતા અસ્હય ઉકળાટ માંથી લોકોને રાહત મળી છે. વરસાદી વાતાવરણ અને ધીમીધારના વરસાદ થી વાતાવરણમાં ઠંડગ પ્રસરી છે. હજુ વધુ વરસાદ વરસશે તેવા આકાશમાં કાળા ડીબાગ વાદળા દેખાઇ રહ્યા છે.

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ થી એક ઇંચ વરસાદ નોેંધાયો છે. અને મોસમનો હજી સુધી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં બપોરથી વરસાદ વાતાવરણ થયેલ અને વરસાદ ના ઝાપટાં પડેલ સાંજના 4 વાગ્યા સુધી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલ જેમાં ગરમીમાં ઘણી બધી રાહત થયેલ તેમજ કોટડાસાંગાણી પંથકમાં પણ વરસાદના ઝાપટા પડવાના અહેવાલ પ્રાપ્ત થયેલ જેમાં ભાડવા રાજપરા રાજગઢ માણેકવાડા ખરેડા નવી ખોખરી મોટા માંડવા રામોદ સતાપર રામપરા નારણકા ભાડુઈ પાંચ તલાવડા અરડોઈ સાપર કોટડાસાંગાણી ના પંથકોમાં વરસાદ પડેલ ખેડૂતોને વાવેતરમાં પાણજોગ વરસાદ પડેલ હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહેલ છે.

બગસરા
બગસરા પંથકમાં મેઘ મહેર ધીમીધારે એક ઇંચ ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો( સમીર વીરાણી દ્વારા) બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે એક એક ઈંચ વરસાદ પડ્યો તથા ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો મહાલ જોવા મળ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી છે ડેરી પીપરીયા માવજીંજવા બાલાપુર મોટા મુંજીયા સર રફાળા નાના મુંજિયા સર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે છેલ્લા દસ દિવસ થયા બફારો થતાં ઠંડક થતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે.

સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના અનેકવિધ ગામોમાં વાવણી લાયક વરસાદ અને વિપુલ પ્રમાણમાં મગફળીનું વાવેતર… સાવરકુંડલા તાલુકાના વિસ્તારોમાં સતત બે દિવસથી વરસાદની માહોલ સાથે આજે ખેડૂતો વિપુલ પ્રમાણમાં મગફળીનું વાવેતર અને દેશી પદ્ધતિથી બળદોથી વાવેતર કરી રહ્યા નજરે પડેલ છે.

ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા દોઢ ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ માં ઝરમર થી લઈ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે .ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સોમવારે સવારે 6:00 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન વલ્લભીપુરમાં - 43 મિમી, ઉમરાળામાં -41 મિમી, ભાવનગરમાં - 9 મિમી, ઘોઘામાં - 21 મિમી, સિહોરમાં - 17 મિમી, ગારીયાધારમાં - 10 મિમી, પાલીતાણામાં - 15 મિમી, તળાજામાં - 27 મિમી, મહુવામાં - 34 મિ.મી .તથા જેસરમાં - 2 મિમી વરસાદ નોંધાયો છે. આજે સોમવારે સવારે ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.

મોટી પાનેલી
મોટી પાનેલી માં ધોધમાર ચાર ઇંચ ડેમ માં ત્રણ ફૂટ પાણીની આવક આજુબાજુ ના ગામો સાતવડી હરિયાસણ માંડાસણ ખારચીયા વાલાસણ ઝાર ચરેલીયા સીદસર માં પણ જોરદાર વરસાદ સૂકી ભટ્ટ વેણુ નદી ફુલઝર નદીમાં પાણી ની જોરદાર આવક ખેડૂતો ખુશખુશાલ


પાનેલી મોટી :

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મેઘરાજા મન મૂકી ને વરસી પડતા ધરતીપુત્રો એ રાહત નો દમ લીધો રાત્રીના ચાર કલાકે મેઘરાજા ધીમી ગતીએ દસ્તક દીધી હતી જે અડધો કલાક બાદ જોરદાત વરસાદ પડતા સવારે છ વાગ્યાં સુધી અવિરત વરસ્યો હતો બાદ થોડો ધીમો પડતા આ લખાઈ છે ત્યાં સુધી ધીમીધારે વરસાદ સતત ચાલુ છે ચાર ઇંચ વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ગામ લોકો એ પણ પૂરતો વરસાદ પડતા રાહત નો સાંસ લીધો છે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા ક્યાંક ક્યાંક ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકોને પરેશાની નો સામનો પણ કરવો પડ્યો છે પાનેલી ઉપરાંત માંડાસણ સાતવડી બુટાવદર બગધારા ખારચીયા વલાસણ હરિયાસણ ઝાર સીદસર ગામોમાં પણ સારો એવો વરસાદ પડતા ફુલઝર ડેમ માં નવા નીરની આવક થતા ત્રણ ફૂટ જેટલું પાણી આવ્યું છે સાથેજ સૂકીભટ્ટ નદીઓ વેણુ નદી ફુલઝર નદીમાં પણ પાણી ની આવકથતા લોકો જોવા ઉમટી પડ્યા છે.

25 જળશાયોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં છેલ્લા 36 કલાક દરમિયાન 11 ઇંચથી વધુ પડેલા વરસાદના પગલે 25 જળાશાયોમાં નવા નીરની ધીંગી આવક નોંધાઇ છેે. જેમાં ખંભાળિયામાં ઘી ડેમ તથા માણાવદરના જીવાદોરી સમાન બટાવાખારા તેમજ જૂનાગઢનો વીલીડંગ, સોરઢી આજી-1માં 0.3, મોજ ડેમ 1.77, ફુફડ 0.82, આજી-2 0.7, છાપરા વાડી-2 9.84, મચ્છુ -2 0.52, ન્યારી ડેમ 0.66, ઘોડાઘ્રોઇ 0.33, મચ્છુ-3 0.7, ઉંડ-3 0.98, ફુલઝર 2.30, ભોગાવો-2 0.16 ફૂટ સહિત 14 ડેમોની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. તેમજ અમુક જળાશાયો છલોછલ થઇ જવાથી હેઠવાસના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement