For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સવારથી મેઘરાજા મંડાયા, સચરાચર વરસાદ

05:38 PM Jun 29, 2024 IST | Bhumika
રાજકોટમાં સવારથી મેઘરાજા મંડાયા  સચરાચર વરસાદ
Advertisement

સવારથી છૂટો છવાયો એક ઈંચ પડ્યા બાદ બપોરે ત્રણ વાગ્યાથી ભારે જમાવટ કરી, ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાયાં

રાજકોટ શહેરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે જ મેઘરાજાએ ખમૈયા કરતા સવારથી સચરાચર વરસાદ વરસવાનો શરૂ થયો છે. કાળાડીબાંગ વાદળો રાજકોટ ઉપર છવાઈ ગયા બાદ બપોર થતાં જ મુશળધાર વરસાદ તુટી પડ્યો હતો. જે બપોર સુધીમાં એક ઈંચથી વધુ પાણી વરસ્યાનું ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે. આજે સેન્ટ્રલઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ લખાય છે ત્યારે પણ વરસાદ અનરાધાર ચાલુ હોય મોસમનો કુલ વરસાદ 4॥ ઈંચને પાર થઈ ગયો છે.

Advertisement

રાજકોટમાં સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. સુર્યનારાયણે દર્શન ન દેતા આજે વરસાદ તુટી પડશે તેવું શહેરીજનો કહી રહ્યા હતા. ત્યારે જ સવારે 10 વાગ્યાબાદ કાળાડીબીંગ વાદળોથી આકાશ છવાઈ જતાં પ્રથમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેબપોરે એક વાગ્યા બાદ ધોધમાર વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોરે અઢી વાગ્યા સુધીમાં સેન્ટ્રલઝોનમાં 21 મીમી, કુલ વરસાદ 109 મીમી તથા વેસ્ટઝોનમાં 12 મીમી કુલ વરસાદ 98 મીમી અને ઈસ્ટઝોનમાં 23 મીમી સાથે સિઝનનો કુલ વરસાદ 110 મીમી વરસી ગયો હતો. જેના લીધે અત્યાર સુધીમાં 4॥ ઈંચથી વધુ વરસાદ શહેરમાં વરસી ગયો છે.

શહેરમાં આજે સવારથી વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બપોરે ભારે વરસાદમાં લોકો ન્હાવા માટે રોડ ઉપર નિકળી પડ્યા હતાં. જેની સામે ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે અંડરબ્રીજમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી આગાહીના પગલે વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનોને બપોરે ભારે વરસાદ શરૂ થતાં રાહતનો શ્ર્વાસલીધો હતો. અને ગરમી માથી છુટકારો મળતા વરસાદી પાણીમાં ન્હાવા માટે બાળકોથી લઈને મોટેરાઓ નિકળી ગયા હતાં. આ લખાય છે ત્યારે બપોરે 3 વાગ્યે પણ શહેર ઉપર કાળાડીબાંગ વાદળો છવાયેલા હોય સાંજ સુધીમાં વધુ વરસાદ તુટીપડવાની સંભાવના જોવાઈ રહી છે. જેની સામે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરેલ હોય વધુ વરસાદ વરસે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

આજી-2 ડેમ એલર્ટ પર : હેઠવાસના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા,ગધાડા, હરીપર,ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement