For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં જોવા મળ્યો મેઘમહેર, સૌથી વધુ આ શહેરમાં ખાબક્યો વરસાદ

10:17 AM Jun 10, 2024 IST | Bhumika
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં જોવા મળ્યો મેઘમહેર  સૌથી વધુ આ શહેરમાં ખાબક્યો વરસાદ
Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આગાહી અનુસાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. ત્યારે તાપી, વલસાડ વગેરે જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.

છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2 અને ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નાંદોદ, ખેરગામ અને જાંબુઘોડામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બાબરા તાલુકામાં ૩ ઈંચ જ્યારે લાઠીમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. ક્વાંટ, વાંસદા અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

Advertisement

આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ (Rain) વરસશે. સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.

આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ (Rain) વરસશે. સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.

તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ (Rain) વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યાર અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ (Rain) નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement