For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘરાજા ધીમા પડ્યા; સોરઠમાં ખમૈયા કરતા રાહત

12:08 PM Jul 03, 2024 IST | admin
મેઘરાજા ધીમા પડ્યા  સોરઠમાં ખમૈયા કરતા રાહત

નવસારીના જલાલપુરમાં બાળક અને કુકેરીમાં દંપતીનું મોત

Advertisement

રાજ્યમાં સાર્વત્રીક ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં અનરાધાર હેત વરસ્વયા બાદ ઉત્તર ગુજરાતમાં ગઇકાલથી રાઉન્ડ શરૂ કર્યો છે. અને બનાસકાંઠાના લાખાણી તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે અન્ય જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હોય તેમ નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા-4 ઇંચ,અને સોરઠમાં જુનાગઢ, સાવરકુંડલામાં 1 ઇંચ તથા ક્લોલ, પાલીતાણામાં 1 ઇંચ વરસદા વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદના પગલે 3 વ્યક્તિના મોત નીપજ્યાનું જાણવા મળેલ છે.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બટાસટી બોલાવી ત્રણ ક્લાકમાં 8 ઇંચ સાથે 11 ઇંચ પાણી વરસી જતા અનેક ગામડાઓ તેમજ શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદના પગલે રાહત બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં 1થી 11 ઇંચ વરસાદ વરસી જતા રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહન વ્યવાહરને ભારે અશર પહોંચી હતી. તેવી જ રીતે વરસાદના પગલે ડૂબી જવાથી અને દિવાલ ધરાશાઇ થવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાનું જણાવા મળેલ છે. ગઇકાલે બનાસકાંઠાના લાખાણીમાં અનરાધાર 11 ઇંચ તેમજ નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા 4 ઇંચ, વરસાદ વરસી ગયો હતો. તેમજ સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને પોરંબદર જિલ્લામાં ધીમી ધારે અડધાથી 1 ઇંચ વરસાદ વરસ્યાના વાવડ પ્રાપ્ત થયા છે. ગઇકાલે મહેસાણામાં 98મીમી, બહોચરાજી 96મીમી, ચીખલી 94મીમી, દાંતીવાડા 92મીમી, વાવ 79મીમી, મોંડાસા 72મીમી, સીદ્ધપુર 61મીમી, બલાશીનોર 61મીમી, થરાધ 60મીમી અને નસવાડમાં 46મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement

ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક, જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના

રાજ્યમાં ચોમાસુ માહોલ જામ્યા છો. ત્યારે આગામી ચારથી પાંચ દિવસ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એનડીઆરએફ, સેનાની ત્રણે પાંખો, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. હવામાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 4થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસુ જામ્યુ છે.જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો માં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે.આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. જલ્દી ગામો પૂર્વવત થઈ જશે. જો કે જિલ્લા તંત્ર ને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે.

બનાસકાંઠાના લાખાણીમાં 11 ઇંચ, નવસારી, વલસાડ, મહેસાણા, દાંતીવાડા-4 ઇંચ, સાવરકુંડલા, પાલિતાણા, જૂનાગઢ, ક્લોલમાં 1 ઇંચ વરસ્યો

Advertisement
Tags :
Advertisement
Advertisement