For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માવઠાએ પથારી ફેરવી, ખેડૂતોને લાખોનું નુકસાન

04:14 PM May 14, 2024 IST | Bhumika
માવઠાએ પથારી ફેરવી  ખેડૂતોને લાખોનું નુકસાન
Advertisement

સૌરાષ્ટ્રમાં ગઈકાલે ખાબકેલા માવઠાના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. હાલ લસણ, ડુંગળી જેવા શિયાળુ પાક તૈયાર થઈને ખેતરમાં પડયા છે તેવા સમયે જ વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા લણીને પડેલો લસણનો લાખો રૂપિયાનો તૈયાર પાક બગડી ગયો છે. અમરેલી જિલ્લાના જેસીંગપુર ગામની આ તસવીરો છે. જેમાં અંદાજે રૂા.પાંચેક લાખની કિંમતનું લસણ કોથળામાં ભરીને તૈયાર રાખ્યું હતું. પરંતુ માર્કેટમાં પહોંચે તે પહેલા કમોસમી વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતને આખા વર્ષની કમાણી પાણીમાં ગઈ છે. આવા તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. હજુ પણ ત્રણેક દિવસ માવઠાની આગાહી હોય, આ ત્રણ દિવસ ખેડૂતો ઉપર નુકસાનીનો ખતરો તોળાઈ રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement