For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદના કારણે મેચ રદ, હૈદરાબાદની પ્લેઓફમાં એન્ટ્રી

12:39 PM May 17, 2024 IST | Bhumika
વરસાદના કારણે મેચ રદ  હૈદરાબાદની પ્લેઓફમાં એન્ટ્રી
Advertisement

આઈપીએલ 2024ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટંસની વચ્ચે રમાવાની હતી. પણ વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહીં અને એક પણ બોલ રમ્યા વિના મેચ રદ કરી દેવામાં આવી. આ મેચ રદ થતાં બંને ટીમોને એક એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. તેની સાથે જ હૈદરાબાદની ટીમના 15 પોઈન્ટ થઈ ગયા છે અને પ્લેઓફમાં પહોંચનારી તે ત્રીજી ટીમ બની ગઈ છે.

ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેના માટે આ મેચ ફક્ત ઔપચારિક મેચ હતી. હવે હૈદરાબાદની ટીમ લડાઈ ટોપ-2માં બની રહેવાની હશે. આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. તેની સાથે જ ટીમે પ્લેઓફમાં ક્વાલિફાઈ કરી લીધું છે. પણ મેચ રદ થવાથી તેને નુકસાન પણ થયું છે. હૈદરાબાદ શાનદાર ફોર્મમાં હતી અને તેણે 8મેના રોજ લખનઉ સુપર જાયંટ્સને ખરાબ રીતે હરાવ્યા હતા. 166ના ટાર્ગેટને 9.4 ઓવરમાં પણ વિના વિકેટ મેચ જીતી લીધી હતી. આ ઉપરાંત ટીમે એક અઠવાડીયાનો આરામ મળ્યો હતો. ત્યારે આવા સમયે પુરો મોકો હતો કે તે પોતાના હોમગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટંસ સામે પોતાનો બદલો પુરો કરે અને 2 પોઈન્ટ પ્રાપ્ત કરે. આવી રીતે ટીમ પાસે 18 પોઈન્ટ પ્રાપ્ત કરવાનો મોકો હતો. પણ મેચ રદ થવાના કારણે એક પોઈન્ટનું નુકસાન થયું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ હાલ ત્રીજા નંબરે છે. પણ હવે તે ટોપ-2માં જવાની કોશિશ કરશે. તેના માટે તેમની પાસે ફક્ત એક મેચ બાકી છે. 19મેના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ આ મેદાન પર રમાશે. જો પેટ કમિંસની ટીમ આ મેચ જીતી જાય તો તેને 17 પોઈન્ટ થઈ જશે. પણ ટોપ-2માં જવા માટે આ પુરતુ નથી. તેના માટે રાજસ્થાન રોયલ્સને પણ પોતાની 14મી અને છેલ્લી ગ્રુપ મેચ હરાવવી પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement