For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GTU Sem-1ની પરીક્ષામાં પોલીટેક્નિકના વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ

01:41 PM Apr 06, 2024 IST | Bhumika
gtu sem 1ની પરીક્ષામાં પોલીટેક્નિકના વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ
  • વ્યારા કોલેજના વિદ્યાર્થીઓને સુનાવણી માટે તેડુ, 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી વિવિધ વીન્ટર પરીક્ષાઓ વ્યારા પોલીટેકનિકમાં ડિપ્લોમા સેમેસ્ટર 1ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાની વિગતો બહાર આવી હતી. પરીક્ષા પુરી થયા બાદ ઉત્તરવહી ચકાસણી દરમિયાન આ માસ કોપીની વિગતો બહાર આવતાં યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ કરીને રૂૂબરૂૂ સૂનાવણી માટે બોલાવવામાં આવ્યા છે.

Advertisement

રાજયની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લો-ડિગ્રી ઇજનેરીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની પરીક્ષાઓમાં અત્યાર સુધી સ્વનિર્ભર ઇજનેરી કોલેજોમાં લેવાતી પરીક્ષાઓમાં માસ કોપીના કેસો બહાર આવતાં હોય છે. પરંતુ પહેલી વખત વ્યારામાં આવેલી સરકારી પોલીટેકનિકમાં આ પ્રકારની ઘટના બહાર આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે પરીક્ષા પુરી થાય બાદ ઉત્તરવહી ચકાસણી દરમિયાન અધ્યાપકના ધ્યાનમાં વ્યારા પોલીટેકનિક કોલેજના ડિપ્લોમા ઇજનેરીના સેમેસ્ટર -1ના વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ.
ઉત્તરવહી ચકાસણી કરનારા અધ્યાપકે આ મુદ્દે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતુ. જેના અનુસંધાનમાં યુનિવર્સિટી દ્વારા તાકીદે વ્યારા ડિપ્લોમા પોલીટેકનિક કોલેજના 39 વિદ્યાર્થીઓ સામે સામૂહિક ગેરરીતિનો કેસ કરીને આગાળની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં હવે આ વિદ્યાર્થીઓને રૂૂબરૂૂ સૂનાવણી માટે યુનિવર્સિટીમાં બોલાવવામાં આવશે. હાલમાં યુનિવર્સિટી દ્વારા પ્રાથમિક તબક્કે માસ કોપી કેસમાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે લેવલ-3ની સજા કરવાની સૂચિત જાહેરાત કરી દેવામા આવી છે. આગામી દિવસોમાં રૂબરૂ સૂનાવણી દરમિયાન વિદ્યાર્થીઓ કસુરવાર ઠરે તો સજા કાયમ કરવામાં આવે છે.

યુનિવર્સિટી દ્વારા લેવાયેલી વિન્ટર 23ની પરીક્ષામાં ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી, એમબી, એમઇ સહિતના કોર્સની પરીક્ષા દરમિયાન 151 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. પરીક્ષા વિભાગ દ્વારા હાલમાં આ તમામ વિદ્યાર્થીઓની લેવલ -1થી 5 સુધીની સૂચિત સજા જાહેર કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને સૂનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. સૂનાવણી દરમિયાન કોઇ વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર થાય તો તેની સજા રદ કરવામાં આવશે.

Advertisement

ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો દ્વારા ચાલુવર્ષે 13મી મેથી 29મી જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા આજે 1લી મેથી 15મી જૂન સુધી ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દીધી છે. જે કોલેજોમાં 90 દિવસનું શૈક્ષણિક કાર્ય પુરુ થતું ન હોય તેઓએ પોતાની રીતે એક્સ્ટ્રા કલાસ લઇને કોર્સ પુર્ણ કરવાની કામગીરી કરવાની રહેશે.

કેટલા વિદ્યાર્થીઓને કયા પ્રકારની સજા
સજા વિદ્યાર્થીઓ
લેવલ-1 51
લેવલ-2 16
લેવલ-3 79
લેવલ-4 2
લેવલ-7 3
કુલ 151

Advertisement
Tags :
Advertisement
Advertisement