For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલાના મેરિયાણા ગામે રૂા. 86 લાખના ખર્ચે બનશે શાળા

11:25 AM Jun 12, 2024 IST | admin
સાવરકુંડલાના મેરિયાણા ગામે રૂા  86 લાખના ખર્ચે બનશે શાળા

રૂા. 92 લાખના વિકાસ કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

Advertisement

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચુંટાયા બાદ સરકારમાંથી માતબાર રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહયા છે અને તેનુ પરીણામ સાવરકુંડલા - લીલીયાની જનતા જોઇ રહી છે ત્યારે મેરીયાણા ગામે વિવિધ વિકાસના કામોના ખાતમુહુર્ત કરવા પહોચ્યા હતા. જેમા મેરીયાણા સરપંચ, જીલ્લા પંચાયતના ચેરમેનઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના આગેવાનો અને ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રૂૂા. 86 લાખના ખર્ચે પ્રાથમિક શાળા તથા રૂૂા.3 લાખના ખર્ચે બાપાસીતારામનો પુલ અને રૂૂા.3 લાખના ખર્ચે સ્મશાન શેડનું ખાતમુહુર્ત કરયુ હતુ. મેરીયાણા ગામની બહેનો દ્વારા ધારાસભ્ય કસવાલાને સાલ ઓઢાડી પૂષ્પ ગુચ્છથી નમ્રતા પૂર્વક સન્માન કરયુ હતુ તેમજ ગામના લોકોએ ખુબજ હર્ષોઉલ્લાસથી ધારાસભ્યની કામગીરીને વધાવ્યા હતા આ સાથે ધારાસભ્ય કસવાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આ કામોથી ગ્રામજનોની અભિવૃઘ્ધીમાં વધારો થશે અને આવનારા સમયમાં પણ હજુ ઘટતુ ગ્રાન્ટ આપવા માટે વિશ્વાસ વ્યકત કર્યો હતો આ સાથે ગામના સક્રિય સરપંચ હિતેશ ખાત્રાણીની પ્રામાણીક કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતીના ચેરમેન ભીખાભાઇ ધોરાજીયા, સિંચાઇ સમિતીના ચેરમેન લાલભાઇ મોર, જીલ્લા પંચાયત સદસ્ય લાલભાઇ મોર, તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજપા મહામંત્રી ચેતનભાઇ માલાણી, ગામના ઉપસરપંચ દીલુભાઇ ધાધલ, પ્રાથમિક શાળાના આચાર્ય ગુણવંતભાઇ વાળા અને મેરીયાણા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમ અટલધારા કાર્યાલય ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવાયુ હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement