For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આનંદો, આધાર, UPI જેવી અનેક ઓનલાઇન સર્વિસ એક જ પોર્ટલ પર

12:50 PM May 14, 2024 IST | Bhumika
આનંદો  આધાર  upi જેવી અનેક ઓનલાઇન સર્વિસ એક જ પોર્ટલ પર
Advertisement

કેન્દ્ર સરકારની તરફથી એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પોર્ટલ પર ડિજિટલ પબ્લિક ગુડ્સ જેવા કે આધાર, યૂનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ UPI અને સરકારી ઈ-કોમર્સ પોર્ટલ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDC જેવી બધી સરકારી સુવિધાઓ મળશે.એટલે કે એક જગ્યા પર દરેક ડિજિટલ સુવિધાઓ મળી જશે. તેનાથી સામાન્ય યુઝર્સને ખૂબ જ સરળતા રહેશે.

રિપોર્ટ અનુસાર આ પોર્ટલને બનાવવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી એટલે કે MeityA કામ શરૂૂ કરી દીધુ છે. જેમાં બધા મંત્રાલય અને તેના સાથે સંબંધિત વિભાગો અન એનજન્સિઓની સાથે મળીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIનું માળખુ તૈયાર કરવાના આદેશ આપ્યા છે.

Advertisement

હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ હાજર છે. એવામાં સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓના લાભ લેવા માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર જવું પડતું હતું. સાથે જ ગામમાં સ્થિતિ વધારે ખરાબ છે.જ્યાં ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર જવું પડે છે ત્યાં મોટા ચાર્જ વસુલવામાં આવે છે. એવામાં એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ ફાયદો થઈ જશે. જેનાથી કોઈ પણ ઓનલાઈન સરકારી સુવિધાઓનો સરળતાથી ફાયદો ઉઠાવી શકાશે.

જેમ કે ભારતમાં ઓનલાઈન સર્વિસની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. સાથે જ ભારત સરકાર બધી ઓનલાઈન સર્વિસ દ્વારા પારદર્શી રીતે પોતાની સુવિધાઓને દરેક નાગરિક સુધી પહોંચવા માંગે છે. તેના માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આવનાર 5થી 6 વર્ષમાં ડીપીજીની ગ્લોબલ માર્કેટ સાઈઝ લગભગ 100 અબજ ડોલરની હશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement