For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજમાર્ગો ઉપર મનપાનો સપાટો, 36 રેંકડી-કેબિન, 345 હોર્ડિંગ્સ જપ્ત

05:00 PM Jun 29, 2024 IST | Bhumika
રાજમાર્ગો ઉપર મનપાનો સપાટો  36 રેંકડી કેબિન  345 હોર્ડિંગ્સ જપ્ત
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ અને 36 રેકડી કેબીન, 345 બોર્ડ બેનરો તેમજ પાથરણા સહિતનો માલસામાન જપ્ત કરી રૂા. 30 હજારનો વહીવટી ચાર્જ વસુલાયો હતો.

દબાણ હટાવ શાખા દ્વારા જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 26 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યોતિનગર, નાણાવટી ચોક,પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 249 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

Advertisement

જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 250 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ ,નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.25,500/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.4,500/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અંબીકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ પરથી 345 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement