For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાએ 3,06,621 કરદાતાઓને રૂા. 23.37 કરોડનું વળતર ચૂકવ્યું

04:19 PM Jun 03, 2024 IST | admin
મનપાએ 3 06 621 કરદાતાઓને રૂા  23 37 કરોડનું વળતર ચૂકવ્યું
Advertisement

મિલકતવેરા પેટે કરદાતાઓએ આજ સુધીમાં 224.68 કરોડ વેરો ભરપાઈ કર્યો

\
મહાનગરપાલિકા દ્વારા મિલ્કતવેરા વળતર યોજના અમલમાં મુકી હતી જે એક માસ બાદ પૂર્ણ થતાં કુલ 306621 પ્રમાણીક કરદાતાઓએ રૂા. 224.68 કરોડ વેરાપેટે ભરપાઈ કર્યા હતાં. જેમાં મહાપાલિકાએ રૂા. 23.37 કરોડનું વળતર ચુકવ્યું છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તારીખ:-08-04-2024 ના રોજ વેરો વસુલવાની કામગિરી શરૂૂ થયેલ છે. જેમા તારીખ:-31-05-2024 રાત્રીના 12:00 સુધીમાં 3,06,621 કરદાતાઓ દ્વારા કુલ 224.68 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) કરદાતા 83785 વેરો કુલ 85.28 કરોડ અને ઓન લાઇનના કરદાતાઓ 222746 કુલ 139.40 કરોડની ભરપાઇ થયેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજ્કોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 23.37 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે. હાલમાં તારીખ:-01-06-2024 થી 30-06-2024 સુધી (એક(1) માસ) 5% સ્કીમ ચાલુ છે.જે અરજદારોને ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા જૂન માસ દરમિયાન મિલ્કતવેરામાં એડવાન્સ વેરો ભરપાઈ કરનારને 10% રિબેટ જેમાં મહિલા કરદાતાને વધુ 5% રિબેટ આપવાની અમલમાં મુકી હતી જે તારીખ 31ના રોજ પૂર્ણ થતાં કુલ 306621 કરદાતાઓએ વેરાવળતર યોજનાનો લાભ લઈ રૂા. 224.68 કરોડ વેરો ભરપાઈ કર્યો છે. જેના પેટે મહાનગરપાલિકાએ 23.37 કરોડનું વળતર ચુકવ્યું હતું. એક માસ દરમિયાન 10 ટકાની યોજના પૂર્ણ થઈ ગયેલ છે અને 1 જૂલાઈથી 5% વેરાવળતર યોજના શરૂ કરવામાં આવી છે. જે એક માસ સુધી ચાલુ રહેશે જેનો લાભ લેવા મહાનગરપાલિકાએ પ્રમાણીક કરદાતાઓને અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement