For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદ, વાવાઝોડાની માહિતી અગાઉથી મળે તે માટે મનપાએ એપ લિંક જાહેર કરી

04:58 PM Apr 09, 2024 IST | Bhumika
વરસાદ  વાવાઝોડાની માહિતી અગાઉથી મળે તે માટે મનપાએ એપ લિંક જાહેર કરી
  • ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સાવચેતી માટે લીંક જાહેર કરાઈ

ચોમાસા દરમિયાન ભારે વરસાદ તેમજ વાવાઝોડું અને વીજળી પડવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે આ કુદરતી આપત સામે લોકો વિવસ બની જાય છે કારણ કે આ ઘટનાઓ થયા બાદ લોકોને તેની જાણ થતી હોય છે. ભારે વરસાદના પગલે પુરની સ્થિતિ સર્જાઈત્યાર બાદ વાવાઝોડું અને વિજળી પડવાની ઘટનાઓમાં પણ રેસ્ક્યુ સહિતની કામગીરી તંત્ર દ્વારા થતી હોય છે.પરંતુ વરસાદ, વાવાઝોડું અને વિજળીની ચેતવણી અગાઉથી કરવામાં આવે અનેલોકોને ઘરેબેઠા તેની જાણ થઈ શકે તો આગમચેતીના પગલે લઈ શકાય તે માટે ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાની રૂતુનેધ્યાનમાં રાખી અગમ ચેતવણીના ભાગરૂપે વિવિધ એપ્લિકેશનની લીંક જાહેર કરાવમાં આવી છે. આ લીંક ઉપરથી કોઈપણ વ્યક્તિ તમામ પ્રકારની વિવિધ જાણકારી મેળવી શકશે. હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભારે વરસાદ, વાવઝોડુ, વીજળી વગેરેની અગમ ચેતવણીના ભાગરૂૂપે વિવિધ એપ્લિકેશનની લીંક જાહેર કરવામાં આવી આ લીંકથી શહેરીજનોને હવામાન ખાતાની વિવિધ જાણકારી મળી રહેશે આથી રાજકોટના તમામ લોકોને જણાવવાનું કે આગામી ચોમાસાની ઋતુમાં પુરના સમય દરમ્યાન જેમ કે, વરસાદ, વાવઝોડુ, વીજળી વગેરેની અગમ ચેતવણીની પોતાના મોબાઇલમાં જાણકારી મળી રહે તે માટે ભારત સરકારશ્રીના ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસિત હવામાન ચેતવણી એપ્લિકેશન ડાઉનલોડ કરી જાણકારી મેળવી શકાશે.

Advertisement

એપ્લિકેશનની લિંક

1) MAUSAM APP
https://play.google.com/store/apps/details?id=com.imd.masuam
2) DAMINI APP
https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini
3) MEGHDOOT APP
https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot
4) PUBLIC OBSERVATION APP
https://play.google.com/store/apps/details? id=com.meteo. weather. forecast.radar.v2

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement