For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેનકા ગાંધીએ રામ મંદિર મુદ્દે જાળવ્યું અંતર, વિકાસના નામ પર માંગી રહ્યા છે વોટ

03:04 PM May 22, 2024 IST | admin
મેનકા ગાંધીએ રામ મંદિર મુદ્દે જાળવ્યું અંતર  વિકાસના નામ પર માંગી રહ્યા છે વોટ

2019માં સુલતાનપુર લોકસભા સીટથી સાંસદ બનેલા મેનકા ગાંધીને વિસ્તારના લોકો માતાજી કહે છે. આ વખતે તેમણે રામમંદિર મુદ્દાથી દૂરી લીધી છે. મેનકા ગાંધીએ સુલતાનપુર વિસ્તારમાં 600થી વધુ જાહેરસભાઓને સંબોધિત કરી છે. તેને કહ્યું હતું કે તે હિંદુઓ અને મુસ્લિમો વિશે બિલકુલ વાત કરતા નથી.
સુલતાનપુરથી અયોધ્યાનું અંતર માત્ર 65 કિલોમીટર છે અને એક કલાકથી ઓછા સમયમાં ભગવાન રામલલા સુધી પહોંચી શકાય છે. ભાજપ રામ મંદિર મુદ્દાને લઈને 2024ની ચૂંટણીનો એજન્ડા નક્કી કરવામાં વ્યસ્ત છે,

Advertisement

પરંતુ સુલતાનપુરના રાજકારણમાં રામ મંદિર મુદ્દાનો પડઘો સંભળાઈ રહ્યો નથી. સુલતાનપુરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી અલગ રાજકીય માર્ગ અપનાવી રહ્યા છે. બીજેપીના અન્ય તમામ નેતાઓ રામ મંદિર અને કલમ 370ના આધારે પોતપોતાના વિસ્તારોમાં ચૂંટણી જંગ જીતવામાં વ્યસ્ત છે, જ્યારે મેનકા ગાંધી તેનાથી અંતર જાળવીને વિકાસના મુદ્દા પર વોટ માંગી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement