For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણાવદરના ધારાસભ્ય લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ‘ચોર’ કહ્યા?

11:45 AM Jun 15, 2024 IST | admin
માણાવદરના ધારાસભ્ય લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ‘ચોર’ કહ્યા

પોતાની સાથે જમીન ઉપર બેસાડયા, વીડિયો વાઈરલ થતા ચકચાર

Advertisement

જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યાં હતા.લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર બેસાડયા હતા.આ વિડીયો સોશિયલ મિડીયામાં પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

માણાવદરમાં પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમાં ધારાસભ્યનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો છે.ધારાસભ્ય ચીફ ઓફીસરને ભષટ્રાચારને બાબતને લઈ ખખડાવી રહ્યાં છે,લાડાણીએ અધિકારીને કહ્યું તમે જમીન પર બેસી જાવ હુ પણ બેસુ છે,તેમ કહી અધિકારીને જમીન પર બેસાડયા હતા.

Advertisement

ઉલ્લેખનીય છેકે, ગઇકાલેજ સારસા ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન સાંસદ મિતેષ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો હતો. તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતુ કે, ચા કરતા કીટલીઓ ગરમ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારૂૂ જ કઈ ન ચાલતુ હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છેકે, માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.અને પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement