For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SMCના દરોડામાં ખીલાસરી ચોરીનું નેટવર્ક પકડાયા બાદ માલવણ PSI ઝાલા સસ્પેન્ડ

01:34 PM Jan 03, 2024 IST | Bhumika
smcના દરોડામાં ખીલાસરી ચોરીનું નેટવર્ક પકડાયા બાદ માલવણ psi ઝાલા સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઈવે પર પોલીસની મીઠીનજર હેઠળ ધમધમતા ખીલાસરી ચોરીનાં જબરદસ્ત નેટવર્ક પર બે દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બાર શખ્સોની ધરપકડ કરી 2.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણ બાદ રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવે માલવણ પીએસઆઈ ઝાલાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. જ્યારે ત્રણ પોલીસ કમર્ચારીની જિલ્લાફેર બદલી કરી નાખવામાં આવી છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધ્રાંગધ્રા વિરમગામ હાઈવે પર માલવણ નજીક દરોડો પાડી કચ્છમાંથી અમદાવાદ તરફ જતાં ટ્રકમાંથી ખીલાસરી ચોરીનું જબરદસ્ત કૌભાંડ પકડી પાડયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 1.27 કરોડના ખીલાસરીનો જથ્થો, 8 ટ્રક, મોબાઈલ ફોન મળી 2.65 કરોડના મુદ્દામાલ સાથે 12 શખ્સોની ધરપકડ કરી હતી અને તેઓની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ખીલાસરી ચોરીનું નેટવર્ક સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ધમધમતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટના આધારે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે માલવણના પીએસઆઈ આર.એચ.ઝાલાને જવાબદાર ઠેરવી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. જ્યારે માલવણ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીની જિલ્લા ફેર બદલી કરી નાખવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખીલાસરી ચોરીનું નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ત્યારે આ કૌભાંડમાં હજુ કેટલાક માથાઓ નાસતા ફરતાં હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ છેલ્લા ઘણા સમયથી કચ્છમાંથી આવતાં ટ્રકમાંથી ખીલાસરી કાઢી લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ટ્રકના ડ્રાઈવરો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement