For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી અથડાઈ, 15નાં મોત, 60 ઘાયલ

10:29 AM Jun 17, 2024 IST | Bhumika
બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી અથડાઈ  15નાં મોત  60 ઘાયલ
Advertisement

એક્સપ્રેસ રંગાપાની રેલવે સ્ટેશને ઊભી હતી ત્યારે જ પાછળથી માલગાડી અથડાઈ: મૃત્યુઆંક વધવાની આશંકા, બચાવ-રાહત કાર્ય હાથ ધરાયું

Advertisement

પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, અહીં સવારે 9.30 વાગે એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 15નાં મોત, 60થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે કેટલાક મુસાફરોમાં મોત પણ નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી. જેના કારણે પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને રાહત અને બચાવ કાર્ય શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

રંગપાની અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. રેલવે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટના બાદ રેલવેની કામગીરી ઠપ થઈ ગઈ છે. આ ઘટના બાદ રેલવે અધિકારીઓ કંઈપણ જણાવવાનો ઈન્કાર કરી રહ્યા છે.

આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે? આ વાતની પુષ્ટિ થઈ નથી કહેવાય છે કે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ રંગપાની સ્ટેશન પર ઉભી હતી. દરમિયાન પાછળથી આવતી માલગાડીએ તેને ટક્કર મારતાં ગાર્ડ બોગી અને એસએલઆર તેમજ જનરલ બોગીને ભારે નુકસાન થયું હતું. ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જેના કારણે 200 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 5નાં મુસાફરોના મોત પણ નિપજ્યા હોવાનું નજરે જોનાર લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.

ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી ડેએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે આ અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, અત્યારે કેટલા ઘાયલ થયા છે. આ બાબત પ્રકાશમાં આવી નથી. આ ઘટનામાં કેટલા મુસાફરોના મોત થયા છે? આ પણ જાણી શકાયું નથી.

આ દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવાથી એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. મને આઘાત લાગ્યો છે. જો કે સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મૃતક યાત્રીના પરિવારને 12 લાખની અને ઘાયલોને 3 લાખ રૂપિયાની સહાય જાહેર
આજે આ દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10-10 લાખ રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને 50 50 હજાર રૂૂપિયા આપવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે પીએમઓએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement