For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરીના રસમાં મોટી ધાંધલી, 14 સ્થળેથી નમૂના લેવાયા

03:58 PM Jun 07, 2024 IST | Bhumika
કેરીના રસમાં મોટી ધાંધલી  14 સ્થળેથી નમૂના લેવાયા
Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સસ્તાભાવે વેચાતા કેરીના રસના વિક્રેતાઓ વિરુદ્ધ ચેકીંગ ઝુબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ફરી વખત કેરીના રસના મામલે પેકીંગ અને લુઝમાં વેચાતા અલગ અલગ બ્રાન્ડના 14 કેરીના નમુનાના સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 18 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી 7 ધંધાર્થીઓને ફૂડલાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા આજરોજ (1) મેંગો જ્યુસ (લુઝ): સ્થળ- શીવ સાગર જ્યુસ પાર્લર, પંચવટી મેઇન રોડ, (2) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- મહેશ વિજય ડેરી ફાર્મ, અમિન માર્ગ, (3) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- પટેલ આઇસ્ક્રીમ, અમિન માર્ગ, (4) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- જય દ્વારકાધીશ રસ, પારેવડી ચોક, શ્રીજી બેકરી પાસે, (5) કેરીનો રસ (લુઝ): સ્થળ- ભોલેનાથ રસ સેન્ટર, ચામુંડા સોસાયટી કોર્નર, કુવાડવા રોડ, (6) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- ચામુંડા સોસાયટી કોર્નર, કુવાડવા રોડ, (7) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- જય બજરંગ જયુસ સેન્ટર, સરદાર પટેલ નગર મેઇન રોડ, કુવાડવા રોડ, (8) કેરીનો રસ (લુઝ): સ્થળ- જય બજરંગ જયુસ સેન્ટર, સરદાર પટેલ નગર મેઇન રોડ, કુવાડવા રોડ, (9) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- શ્રી ગોકુળ રસ ભંડાર, દીનદયાલ ઇન્ડ.એરિયા, સોસાયટી નં.5, (10) ફ્રૂટી મેંગો બે લીટર પેકેટ : સ્થળ- એવન્યુ સુપર માર્ટ લીમીટેડ, ડી-માર્ટ ગોંડલ રોડ, (11) સ્લાઈસ ફ્રૂટ બોટલ (1.75 એમએલ): સ્થળ- એવન્યુ સુપર માર્ટ લીમીટેડ, ડી-માર્ટ ગોંડલ રોડ, (12) રીયલ મેંગો ફ્રૂડ ડ્રીંક બે લીટર પેકેટ : સ્થળ- એવન્યુ સુપર માર્ટ લીમીટેડ, ડી-માર્ટ ગોંડલ રોડ, (13) મેંગોમેરી ફ્રૂડ ડ્રીંગ એક લીટર પેકેટ : સ્થળ- એવન્યુ સુપર માર્ટ લીમીટેડ, ડી-માર્ટ ગોંડલ રોડ, (14) રીયલ ફ્રુટ પાવર મેંગો ડ્રીંક એક લીટર પેકેટ : સ્થળ- એવન્યુ સુપર માર્ટ લીમીટેડ, ડી-માર્ટ ગોંડલ રોડ, ખાતેથી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Advertisement

રેસકોર્સ ખાતે કાલે ભેળસેળ અંતર્ગત માહિતી અપાશે
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા- ફૂડ વિભાગ તથા ગૠઘ- સમજુ દેશી સોસાયટી, રાજકોટ દ્રારા આજ રોજ 07 જૂન 2024, NGO વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન (WORLD FOOD SAFETY DAY) તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે. આ દિવસે જાહેર જનતાને ફૂડ સેફ્ટી અંગે માહિતી અને સમજણ મળી રહે તથા ખાદ્યચીજોમાં થતી ભેળસેળ (એડલ્ટ્રેશન) ની માહિતી આપવામાં આવશે. તેમજ ખાદ્યચીજોમાં ભેળસેળ તપાસવા અંગેના લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવવા માટે સાંજે 6 થી 9 વાગ્યા સુધી બાલભવન ગેટ પાસે, રેસકોર્ષ, રાજકોટ મુકામે જાહેરમાં પ્રદર્શન રાખવાનું આયોજન કરેલ છે. જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement