For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના, નદી પાર કરતી વખતે 5 જવાન શહીદ

11:22 AM Jun 29, 2024 IST | Bhumika
લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના  નદી પાર કરતી વખતે 5 જવાન શહીદ
Advertisement

લદ્દાખથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના સવારે 3 વાગે LAC નજીક નદી પાર કરતી વખતે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નદી પાર કરતી વખતે પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું છે કે લદ્દાખમાં એલએસી પાસે અચાનક આવેલા પૂરમાં સેનાના પાંચ જવાનો ફસાયાં હતાં. મળેલી માહિતી અનુસાર આર્મી ટેન્ક નદી પાર કરી રહ્યા હતાં ત્યારે તે ત્યાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં તે પાણીથી ભરાઈ ગઈ હતી. પાણીમાંથી કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement