મહેશ બાબુની 11 વર્ષની દીકરી બની સાયબર ક્રાઈમનો શિકાર, ઈન્સ્ટાગ્રામ પર બન્યું ફેક એકાઉન્ટ
સોશિયલ મીડિયાના જમાનામાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા મોટા સેલેબ્સ પણ સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. હવે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની દીકરી સિતારા પણ સાયબર ક્રાઈમ શિકાર બની છે. વાસ્તવમાં, કોઈ વ્યક્તિ સિતારાના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ ચલાવી રહ્યું છે. આ માહિતી સિતારાના માતા-પિતા મહેશ બાબુ અને અભિનેત્રી નમ્રતા શિરોડકરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે તેણે તેની પુત્રીના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે ચેતવણી આપી છે.
કેપ્શનમાં પોતાની દીકરીના રિયલ એકાઉન્ટને ટેગ કરીને તેણે કહ્યું છે કે આ એકમાત્ર સિતારાનું એકાઉન્ટ છે. પોસ્ટમાં એવી માહિતી પણ આપવામાં આવી છે કે વ્યક્તિ સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ લિંક્સ પણ મોકલી રહ્યો છે. આ સાથે સિતારાના માતા-પિતાએ તેમના તમામ ફોલોઅર્સને વિનંતી કરી છે કે તેઓ સિતારાના ઓફિશિયલ એકાઉન્ટ સિવાય અન્ય કોઈપણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિશ્વાસ ન કરે. તમને જણાવી દઈએ કે મહેશ બાબુની ટીમે ફરિયાદ નોંધાવી છે અને હવે તપાસ ચાલી રહી છે.
તેના પિતાની જેમ સિતારા પણ ખૂબ લોકપ્રિય છે.11 વર્ષની નાની ઉંમરે તેણે સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે. સિતારાએ જાહેરાતમાં પણ કામ કર્યું છે. સ્ટારે જાહેરાતમાંથી મળેલા પૈસા દાનમાં આપ્યા હતા. સિતારા 'પ્રિન્સેસ' નામની શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે આજે 10 ફેબ્રુઆરીએ મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે.