For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ મંદિર નજીકના આખલા યુદ્ધમાં અડફેટે ચડેલા મહારાષ્ટ્રના પિતા-પુત્રી ઘાયલ: 2 આખલાને પાંજરાપોળમાં મોકલાયા

12:34 PM May 13, 2024 IST | Bhumika
સોમનાથ મંદિર નજીકના આખલા યુદ્ધમાં અડફેટે ચડેલા મહારાષ્ટ્રના પિતા પુત્રી ઘાયલ  2 આખલાને પાંજરાપોળમાં મોકલાયા
Advertisement

તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવું કર્યુ કામ, ભાવિકોમાં રોષ: આખલાનો ત્રાસ હળવો કરવા માંગ

જગવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ નગરી સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ તીર્થસ્થાન છે. તેમ છતાં તીર્થ સ્થાનમાં એ પણ સોમનાથ મંદિરની સમીપે જ રખડતા ભટકતા આખલાઓ વારંવાર ભારે આતંક મચાવતા હોવાના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ગઈકાલે મહારાષ્ટ્રના યાત્રીક પિતા પુત્રી બે આખલાઓની લડાઈમાં અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત બનતા સરકારી હોસ્પીટલએ ખસેડાયા હતા. આ આખલાઓના કાયમી ત્રાસ અંગે અસરકારક પગલાં ભરવા અનેકવાર રજુઆતો કરી હોવા છતાં જવાબદાર તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોય તેમ કશી કાર્યવાહી કરતુ નથી. જો કે, ગઈકાલની ઘટનાના અહેવાલોની નોંધ લઈ જીલ્લા કલેકટર જાડેજાએ સુચના આપતા તંત્રની ટીમ દોડતી થઈ ઢોરોને પકડવા કાર્યવાહી શરૂૂ કરી છે.

Advertisement

સોમનાથ મંદિર આસપાસ આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. મંદિરની સમીપે આવેલ હમીરજી સર્કલ આસપાસ તો વારંવાર આખલા યુધ્ધ ખેલાય છે જેમાં દોડતા આખલાઓ દૂર દૂરથી દર્શનાર્થે આવેલા યાત્રીકોને તથા નાના વેપારીઓને અડફેટે લઈ ઈજાગ્રસ્ત બનાવી નુકશાન પહોચાડી રહ્યા છે. દરમ્યાન ગઈકાલે સાંજે સર્કલ પાસે અચાનક આખલાઓ સામ સામે આવી જતા યુધ્ધ શરૂૂ થયેલ જેમાં પ્રથમ આખલાઓએ ફેરીયાઓને હડફટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યુ હતુ. બાદમાં ત્યાંથી ચાલીને પસાર થઈ રહેલા મુંબઈના રહીશ યાત્રીક ઉમેશ મિશ્રા અને તેમની પુત્રીને આખલાઓએ અડફેટે લઈ પછાડતા બંન્ને ઈજાગ્રસ્ત બનતા હોસ્પીટલએ ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી.

આ ઘટનાના સમાચાર સામે આવતા તેની નોંધ લઈ જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ સુચના આપતા સીટી મામલતદારની દેખરેખ હેઠળ પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી બે ખૂટીયાઓને પકડી લઈ પાંજરાપોળમાં મોકલેલ હતા. આ કામગીરી હજુ રાત્રે પણ કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારી વિનોદ જોશીએ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement