For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાપાલિકા અને CEPT યુનિ. વચ્ચે એમઓયુ

04:48 PM May 16, 2024 IST | Bhumika
મહાપાલિકા અને cept યુનિ  વચ્ચે એમઓયુ
Advertisement

શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ ઇન અર્બન મહત્ત્વની ભૂમિકા નિભાવશે: મ્યુનિ.કમિશ્નર

યુનિ.ના પ્રેસિડેન્ટ ડો.બરજોર મહેતા, ડીન.ડો.મોના ઐય્યર સહિતના મિટિંગમાં ઉપસ્થિત રહ્યા

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી એકબીજાના સાથસહકાર સાથે રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ સ્થાપવાની દિશામાં સક્રિયપણે આગળ ધપી રહ્યા છે. CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.બરજોર મહેતા, ડીન ડો. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ફોર એકસેલન્સ કાર્યરત્ત કરવા બાબતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા મુજબ આગામી મહિનામાં આ પ્રોજેક્ટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવત: સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ : 2024-2025નાં બજેટમાં શહેરી વિકાસ સંબંધિત પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરવામાં આવેલ તે અનુસંધાને ગત તા. 15મી માર્ચ નાં રોજ એક કાર્યપાલક ઈજનેર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર, એક એડિ. આસિસ્ટન્ટ એન્જિનિયર તથા ત્રણ અર્બન પ્લાનર અને એક અર્બન ડીઝાઈનરને જવાબદારી સુપરત કરવામાં આવી હતી. આગામી અર્બન પ્લાનિંગ સેલ દ્વારા સેન્ટર ફોર એકસલન્સની સ્થાપના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટર ફોર એકસેલન્સની યોજના ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા દર્શાવેલ માર્ગદર્શિકાઓનુ પાલન કરતી પરિવર્તનકારી પહેલ છે.

જે રાષ્ટ્રીય ઉદેશ્યો સાથે સંરેખિત શહેરી આયોજન, કૌશલ્ય વિકાસ અને ડેટા મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રાહક-કેન્દ્રિત હબ તરીકે કાર્યરત, ઈઋઊ અનન્ય ઉકેલો પ્રદાન કરવા, વ્યવસાયિક લાભો વધારવા અને સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉપયોગી છે. માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, પબ્લિક હાઉસિંગ, એન્જીનિયરીંગ પ્લાનિંગ એન્ડ કો-ઓર્ડીનેશન, હેરિટેજ કલ્ચર એન્ડ રિક્રિએશન તથા અર્બન ડિઝાઈન એન્ડ રિફોર્મ વગેરે જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર અર્બન પ્લાનિંગ સેલને ટેકનીકલી અને નોલેજની દ્રષ્ટિએ સ્ટ્રેન્ધન કરવામાં સેન્ટર ફોર એકસેલન્સની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ખાતે CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.બરજોર મહેતા, ડીન ડો. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યા સાથેની આ મીટિંગમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જિનિયર વાય. કે. ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CEPT યુનિવર્સિટીની ટીમ દ્વારા સ્માર્ટ સિટી વિકાસ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ પણ કરવામાં આવી હતી.

CEPT ના સંયોગથી થતા લાભો
શૈક્ષણિક ઉન્નતિ :
શહેરી વિકાસ વ્યાવસાયિકોની જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા અને તેના લાભ તેઓ સુધી પહોંચાડવા.
સહયોગી સંશોધન અને વિકાસ : શહેરી વિકાસલક્ષી મુદ્દાઓના યોગ્ય ઉકેલ લાવવા અને સાતત્યપૂર્ણ વિકાસ આગળ ધપાવવા માટે સંયુક્ત સંશોધન પહેલને પ્રોત્સાહન આપવું.
નીતિ સંલગ્નતા : અસરકારક શહેરી નીતિઓને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ, હિતધારકો અને નિષ્ણાતો વચ્ચે સંવાદ અને સહયોગની સુવિધા.
વ્યૂહાત્મક જ્ઞાન સેવાઓ : આરએમસીના નવા રચાયેલા શહેરી આયોજન સેલને શહેરી આયોજન પ્રોજેક્ટ્સ અને વ્યૂહાત્મક જ્ઞાન સહાયને વધારવા માટે નિષ્ણાત ક્ધસલ્ટન્સી પૂરી પાડવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement