For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના: એક પત્ની હોય તો 1 લાખ, બે હોય તો બે લાખ

05:25 PM May 10, 2024 IST | Bhumika
કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના  એક પત્ની હોય તો 1 લાખ  બે હોય તો બે લાખ
Advertisement

મધ્યપ્રદેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ રતલામમાં મતદાન થશે. ત્યારે આ પૂર્વે કોંગ્રેસના એક જાણીતા નેતાના નિવેદનથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ ગુરુવારે એક રેલીમાં પાર્ટી દ્વારા પ્રસ્તાવિત મહાલક્ષ્મી યોજના અંગે વિચિત્ર દાવો કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. કાંતિલાલ ભુરિયાએ કહ્યું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના નન્યાય પત્રથ (ઘોષણાપત્ર) માં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત જો અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક રૂૂ. 1 લાખ આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને રૂૂ. 2 લાખ મળશે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કાંતિલાલ ભૂરિયાના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપે કાંતિલાલ ભૂરિયા સામે પગલાં લેવાની માંગ ચૂંટણી પંચ પાસે કરી હતી.
જણાવી દઈએ કે, સૈલાનામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કરતી વેળાએ ભૂરિયાએ કહ્યું હતું કે, અમારો મેનિફેસ્ટો દરેક મહિલાને રૂૂ. 1 લાખ આપવાનું વચન આપે છે. આ તેમના બેંક ખાતામાં જમા થશે. જ્યારે, જે વ્યક્તિની બે પત્નીઓ છે.

Advertisement

તે બંનેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. કાંતિલાલ ભૂરિયાનું આ નિવેદન સામે આવ્યા બાદ ખઙ ઇઉંઙ ના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ કાંતિલાલ ભૂરિયાના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર અપલોડ કરી અને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement