For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 6 કલાકમાં 80 ઝટકા

05:03 PM Apr 23, 2024 IST | Bhumika
તાઇવાનમાં 6 3ની તીવ્રતાનો ભૂકંપ  6 કલાકમાં 80 ઝટકા

તાઇવાનમાં ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તાઇવાનમાં સોમવાર સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 80થી વધુ વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેમાં સૌથી વધુ તીવ્રતા 6.3 અને 6 નોંધવામાં આવી છે. ભારતીય સમય અનુસાર, આ બન્ને ઝટકા રાત્રે 12 વાગ્યાની આસપાસ કેટલીક મિનિટના સમયમાં આવ્યા હતા. તાઇવાનમાં ત્યારે રાતના 2.26 અને 2.32 વાગ્યા હતા.

Advertisement

ભૂકંપનું કેન્દ્ર પૂર્વ કાઉન્ટી હુલિએનમાં 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણ હુલિએનમાં બે બિલ્ડિંગને નુકસાન થયું છે જેમાં એક બિલ્ડિંગ પડી ગઇ હતી તો બીજી રોડ તરફ આડી થઇ ગઇ હતી. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ સામાન્ય ઝટકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી. સવારે 5.30 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યારે કેટલીક બિલ્ડિંગ પડી ગઇ હતી અને લેન્ડ સ્લાઇડની પણ ઘટના બની હતી. તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. 2016માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement